________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
પરના વચન અને કાયની ક્રિયાની પરીક્ષાથી થાય છે. આ વ્યવહાર છે, પરમાર્થ સર્વજ્ઞ જાણે છે. વ્યવહારી જીવને સર્વજ્ઞ પણ વ્યવહારના આશ્રયનો ઉપદેશ આપ્યો છે.
(નોંધઃ- અનુભૂતિ જ્ઞાનગુણની પર્યાય છે, તે શ્રદ્ધાગુણથી જુદી છે. તેથી જ્ઞાન દ્વારા શ્રદ્ધાનનો નિર્ણય કરવો તે વ્યવહાર છે. તેનું નામ વ્યવહારી જીવને વ્યવહારનો જ આશ્રય અર્થાત્ અવલમ્બન સમજવું).
અનેક લોકો કહે છે કે-સમ્યકત્વ તો કેવલીગમ્ય છે, તેથી પોતાને સમ્યકત્વ થયાનો નિશ્ચય થતો નથી, તેથી પોતાને સમ્યગ્દષ્ટિ ન માનવા. પરંતુ આ પ્રકારે સર્વથા એકાન્તથી કહેવું તો મિથ્યાદષ્ટિ (માન્યતા) છે; સર્વથા આમ કહેવાથી વ્યવહારનો લોપ થશે, સર્વ મુનિશ્રાવકોની પ્રવૃત્તિ મિથ્યાત્વરૂપ સિદ્ધ થશે, અને બધા પોતાને મિથ્યાષ્ટિ માનશે તો વ્યવહાર શેનો રહેશે? આથી પરીક્ષા કર્યા પછી એવું શ્રદ્ધાન ન રાખવું જોઈએ કે હું મિથ્યાદષ્ટિ જ છું. મિથ્યાદષ્ટિ તો અન્યમતીને કહીએ છીએ અને તેના જેવા પોતે પણ સાબિત થશે. એટલા માટે સર્વથા એકાન્ત પક્ષનું ગ્રહણ ન કરવું. તથા તત્ત્વાર્થ શ્રદ્ધાન તો બાહ્ય ચિહ્ન છે. ત્યાં જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એવા સાત તત્ત્વાર્થ છે, તથા તેમાં પુણ્ય અને પાપ ઉમેરવાથી નવ પદાર્થ થાય છે. તેમની શ્રદ્ધા અર્થાત્ જેમ સમ્મુખતા, રુચિ અર્થાત્ તદ્રુપ ભાવ કરવો તથા પ્રતીતિ અર્થાત જેમ સર્વજ્ઞ કહ્યાં છે તે પ્રમાણે જ ગ્રહણ કરવા અને તેમના આચરણરૂપ ક્રિયા-આ પ્રકારે શ્રદ્ધાનાદિક હોવાં એ સમ્યકત્વનું બાહ્ય ચિહ્ન છે.
તથા પ્રશમ, સંવેગ, અનુકમ્પા, આતિય પણ સમ્યકત્વના બાહ્ય ચિહ્ન છે. (તેની વ્યાખ્યા નીચે મુજબ છે:-).
(૧) પ્રશમ - અનંતાનુબન્ધી ક્રોધાદિક કષાયના ઉદયનો અભાવ તે પ્રશમ છે. તેના બાહ્ય ચિહ્ન જેવા કે સર્વથા એકાન્ત તત્ત્વાર્થનું કથન કરનારા અન્ય મતોનું શ્રદ્ધાન, બાહ્યવેશમાં સત્યાર્થપણાનું અભિમાન કરવું, પર્યાયોમાં એકાન્તને કારણે આત્મબુદ્ધિથી અભિમાન તથા પ્રીતિ કરવી તે અનંતાનુબન્ધીનું કાર્ય છે-તે જેને ન હોય તથા કોઈએ પોતાનું બૂરું કર્યું હોય તો તેનો ઘાત કરવો આદિ મિથ્યાષ્ટિની જેમ વિકાર-બુદ્ધિ પોતામાં ઉત્પન્ન ન થાય, તથા તે એમ વિચાર કરે કે મેં પોતાના પરિણામોથી જે કર્મ બાંધ્યા હતા તે જ બૂરું કરનાર છે, અન્ય તો નિમિત્તમાત્ર છે, –એવી બુદ્ધિ પોતાને ઉત્પન્ન થાય તે મંદ કષાય છે. તથા અનંતાનુબન્ધી સિવાયની અન્ય ચારિત્રમોહની પ્રકૃતિઓના ઉદયથી આરંભાદિક ક્રિયામાં હિંસાદિક થાય છે, તેને પણ સારું ન જાણે, એટલા માટે તેનાથી પ્રશમનો અભાવ કહેતા નથી.
(૨) સંવેગ - ધર્મમાં અને ધર્મના ફળમાં પરમ ઉત્સાહ વર્તે તે સંવેગ છે. તથા સાધર્મીઓ પ્રત્યે અનુરાગ અને પરમેષ્ઠિમાં પ્રીતિ તે પણ સંવેગ જ છે. ધર્મમાં તથા ધર્મના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com