________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
કેટલાકને જાતિ સ્મરણ, કેટલાકને વેદનાનો અનુભવ, કેટલાકને ધર્મશ્રવણ તથા કેટલાકને દેવોની ઋદ્ધિના દર્શન વગેરે બાહ્ય કારણો દ્વારા મિથ્યાત્વ કર્મનો ઉપશમ થવાથી ઉપશમ સમ્યકત્વ થાય છે. તેમ જ ઉપરોક્ત સાત પ્રકૃતિઓમાંથી છ પ્રકૃતિઓનો તો ઉપશમ કે ક્ષય થાય અને એક સમ્યકત્વ પ્રકૃતિનો ઉદય થાય ત્યારે ક્ષયોપશમ સમ્યકત્વ થાય છે. આ પ્રકૃતિના ઉદયથી કિંચિત અતિચાર-મળ લાગે છે. તથા આ સાત પ્રકૃતિઓનો સત્તામાંથી નાશ થાય ત્યારે ક્ષાયિક સમ્યકત્વ થાય છે.
આ રીતે ઉપશમાદિ થતાં જીવના પરિણામભેદથી ત્રણ પ્રકાર થાય છે. એ પરિણામ અતિ સૂક્ષ્મ હોય છે, તે કેવળજ્ઞાનગમ્ય છે, એટલે આ પ્રવૃતિઓના દ્રવ્ય પુદ્ગલ-પરમાણુઓના સ્કંધ છે, તે અતિ સૂક્ષ્મ છે અને તેમનામાં ફળ આપવાની શક્તિરૂપ અનુભાગ છે, તે અતિ સૂક્ષ્મ છે તે તે છબસ્થને જ્ઞાનગમ્ય નથી. તેમજ તેમના ઉપશમ આદિક થવાથી જીવના પરિણામ પણ સમ્યકત્વરૂપ થાય છે. તે પણ અતિ સૂક્ષ્મ છે, તે પણ કેવળજ્ઞાનગમ્ય છે. તથાપિ જીવના કેટલાક પરિણામ છમસ્થના જ્ઞાનમાં જણાવા યોગ્ય હોય છે. તે એને ઓળખવાના બાહ્ય ચિહ્ન છે. તેમની પરીક્ષા કરી નિશ્ચય કરવાનો વ્યવહાર છે; આમ ન હોય તો છદ્મસ્થ વ્યવહારી જીવને
ખ્યત્વનો નિશ્ચય થશે નહિં, અને ત્યારે આસ્તિકપણાનો અભાવ સિદ્ધ થશે, વ્યવહારનો લોપ થશે. એ મહાન દોષ આવશે. એટલા માટે બાહ્ય ચિહ્નોની આગમ, અનુમાન તથા સ્વાનુભવથી પરીક્ષા કરીને નિશ્ચય કરવો જોઈએ.
આ ચિહ્નો કર્યા છે તે લખીએ છીએ. મુખ્ય ચિહ્ન તો ઉપાધિરહિત શુદ્ધ જ્ઞાનચેતના સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. જો કે આ અનુભૂતિ જ્ઞાનનું વિશેષ છે, તથાપિ તે સમ્યકત્વ થવાથી થાય છે. તેથી તેને બાહ્યચિહ્ન કહે છે. જ્ઞાન તો પોતાનું પોતાને સ્વસંવેદન રૂપ છે; તેનો-રાગાદિ વિકાર રહિત શુદ્ધ જ્ઞાન માત્રનો-પોતાને આસ્વાદ થાય છે કે ““જે આ શુદ્ધ જ્ઞાન છે તે હું છું અને જ્ઞાનમાં જે રાગાદિ વિકાર છે તે કર્મના નિમિત્તથી ઉત્પન્ન થાય છે, તે મારું સ્વરૂપ નથી'' આ પ્રકારે ભેદજ્ઞાનથી જ્ઞાનમાત્રના આસ્વાદનને જ્ઞાનની અનુભૂતિ કહે છે, તે જ આત્માની અનુભૂતિ છે, તથા તે જ શુદ્ધ નયનો વિષય છે. એવી અનુભૂતિથી શુદ્ધનય દ્વારા એવું પણ શ્રદ્ધાન થાય છે કે સર્વ કર્મજનિત રાગાદિક ભાવોથી રહિત અનંત ચતુષ્ટય મારું સ્વરૂપ છે, અન્ય બધા ભાવો સંયોગજનિત છે, આવી આત્માની અનુભૂતિ તે સમ્યકત્વનું મુખ્ય ચિહ્ન છે. આ મિથ્યાત્વ અનંતાનુબન્ધીના અભાવથી સમ્યકત્વ થાય છે એવું તે ચિહ્ન છે, એ ચિતને જ સમ્યકત્વ કહેવું તે વ્યવહાર છે.
તેની પરીક્ષા સર્વજ્ઞના આગમ, અનુમાન તથા સ્વાનુભવ પ્રત્યક્ષ પ્રમાણ, આ પ્રમાણોથી કરવામાં આવે છે. આને જ નિશ્ચય તત્વાર્થશ્રદ્ધાન પણ કહે છે. ત્યાં પોતાની પરીક્ષા તો પોતાના સ્વસંવેદનની મુખ્યતાથી થાય છે અને પરના અંતરંગમાં હોવાની પરીક્ષા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com