________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૯૧
पंचसु महव्वेदेसु य पंचसु समिदीसु तीसु गुत्तीसु।
जो मूढो अण्णाणी ण हु कालो भणइ झाणस्स।।७५ ।। पंचसु महाव्रतेषु च पंचसु समितिषु तिसृषु गुप्तिसु। यः मूढ: अज्ञानी न स्फुटं काल: भणिति ध्यानस्य।।७५।।
ત્રણ ગુપ્તિ, પંચ સમિતિ, પંચ મહાવ્રતે જે મૂઢ છે, તે મૂઢ અજ્ઞ કહે અરે! -“નહિ ધ્યાનનો આ કાળ છે. ” ૭૫
અર્થ:- જે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ને ત્રણ ગુપ્તિ તેમાં મૂઢ છે, અજ્ઞાની છે, અર્થાત્ તેમનું સ્વરૂપ જાણતા નથી અને ચારિત્રમોહના તીવ્ર ઉદયથી તેને પાળી શકતા નથી તે આ પ્રકારે કહે છે કે અત્યારે ધ્યાનનો કાળ નથી. ૭૫
હવે કહે છે કે અત્યારે આ પંચમ કાળમાં ધર્મ ધ્યાન થાય છે એમ માનતો નથી તે અજ્ઞાની છે:
भरहे दुस्समकाले धम्मज्झाणं हवेइ साहुस्स। तं अप्पसहावठिदे ण हु मण्णइ सो वि अण्णाणी।।७६ ।। भरते दुःषमकाले धर्मध्यानं भवति साधोः। तदात्म स्वभावस्थिते न हि मन्यते सोऽपि अज्ञानी।।७६ ।। ભરતે દુષમકાળેય ધર્મધ્યાન મુનિને હોય છે; તે હોય છે ૩આત્મસ્થને; માને ન તે અજ્ઞાની છે. ૭૬
અર્થ:- આ ભરતક્ષેત્રમાં દુઃષમકાળ-પંચમ કાળમાં સાધુ-મુનિને ધર્મધ્યાન થાય છે. આ ધર્મધ્યાન આત્મસ્વભાવમાં સ્થિત છે તેવા મુનિને થાય છે. જે આવું માનતા નથી તે અજ્ઞાની છે, તેને ધર્મધ્યાનના સ્વરૂપનું જ્ઞાન નથી.
ભાવાર્થ- જિનસૂત્રોમાં આ ભરતક્ષેત્રે પંચમ કાળમાં આત્મભાવનામાં સ્થિત મુનિને ધર્મધ્યાન કહ્યું છે. જે આવું માનતા નથી તે અજ્ઞાની છે, તેને ધર્મધ્યાનના સ્વરૂપનું જ્ઞાન નથી. ૭૬
હવે કહે છે કે જે આ કાળમાં પણ રત્નત્રયના ધારક મુનિ હોય છે તે સ્વર્ગલોકમાં લોકાંતિક પદ, ઇન્દ્રપદ પ્રાપ્ત કરીને ત્યાંથી ચ્યવીને મોક્ષે જાય છે. આ પ્રકારે જિનસૂત્રમાં કહ્યું છે:
૧ અજ્ઞ = અજ્ઞાની. ૨ દુઃષમકાળ = પંચમકાળ. ૩ આત્મસ્થ = આત્મસ્વભાવમાં સ્થિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com