________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૧૩
અર્થ - કેટલાક દ્રવ્યલિંગી શ્રમણ છે, તેઓ તો ઇન્દ્રિયસુખમાં વ્યાકુળ છે, તેમને આ ધર્મ-શુક્લ ધ્યાન હોતું નથી. તેઓ તો સંસારરૂપી વૃક્ષને કાપવામાં સમર્થ નથી અને જે ભાવલિંગી શ્રમણ છે તેઓ ધ્યાનરૂપી કુહાડાથી સંસારરૂપી વૃક્ષને કાપે છે.
ભાવાર્થ:- જે મુનિ દ્રવ્યલિંગ તો ધારણ કરે છે, પરંતુ તેને પરમાર્થ સુખનો અનુભવ થયો નથી. તેથી આ લોક-પરલોકમાં ઇન્દ્રિયોના સુખને જ ચાહે છે. તપશ્ચરણાદિક પણ આ જ અભિલાષાથી કરે છે. તેને ધર્મ-શુક્લ-ધ્યાન કયાંથી હોય? અર્થાત્ હોતું નથી. જેમણે પરમાર્થ સુખનો આસ્વાદ લીધો છે તેમને ઇન્દ્રિયસુખ દુઃખ જ છે એમ સ્પષ્ટ જણાય છે. માટે પરમાર્થ સુખનો ઉપાય ધર્મ-શુક્લધ્યાન છે, તે ધ્યાન કરીને તેઓ સંસારનો અભાવ કરે છે. માટે ભાવલિંગી થઈને ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ૧૨૨.
હવે આ જ અર્થને દષ્ટાંત દ્વારા દઢ કરે છે –
जह दीवो गब्भहरे मारुयबाहाविवज्जिओ जलइ। तह रायाणिलरहिओ झाणपईयो वि पज्जलइ।। १२३ ।।
यथा दीप: गर्भगृहे मारुतबाधाविवर्जितः ज्वलति। तथा रागानिलरहितः ध्यानप्रदीपः अपि प्रज्वलति।। १२३ ।।
જ્યમ ગર્ભગૃહમાં પવનની બાધા રહિત દીપક જળ, તે રીત રાગાનિલવિવર્જિત ધ્યાનદીપક પણ જળે. ૧૨૩
અર્થ - જેમ દીપક ગર્ભગૃહ અર્થાત્ જ્યાં પવનનો સંચાર હોતો નથી એવા મકાનની અંદરના ભાગમાં પવનથી બાધા રહિત નિશ્ચલ થઈને બળે છે (પ્રકાશે છે, તેવી જ રીતે અંતરંગ મનમાં રાગરૂપી પવનથી રહિત ધ્યાનરૂપી દીપક પણ પ્રકાશે છે, એકાગ્ર થઈને સ્થિર થાય છે, આત્મરૂપને પ્રકાશિત કરે છે.
ભાવાર્થ- પહેલાં કહ્યું હતું કે જે ઇન્દ્રિય સુખથી વ્યાકુળ છે તેમને શુભ ધ્યાન હોતું નથી. તેને આ દીપકનું દષ્ટાંત કહ્યું છે જ્યાં ઇન્દ્રિયોના સુખમાં રાગ છે તે તો પવન થયો ને જેને વિદ્યમાન છે. તેને ધ્યાનરૂપી દીપક કેવી રીતે બાધા વિના પ્રકાશ કરે? અર્થાત્ ન કરે. અને જેમને આ રાગરૂપી પવન બાધા ન કરે, તેમને ધ્યાનરૂપી દીપક નિશ્ચલ રહે છે. ૧૨૩
હવે કહે છે કે-ધ્યાનમાં જે પરમાર્થ ધ્યેય-શુદ્ધ આત્માનું સ્વરૂપ છે તે સ્વરૂપની આરાધનામાં નાયક (મુખ્ય) પંચપરમેષ્ઠી છે તેમનું ધ્યાન કરવાનો ઉપદેશ કરે છે -
૧ ગર્ભગહુ = મકાનની અંદરનો ભાગ. ર રાગાનિલવિવર્જિત = રાગરૂપી પવન રહિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com