________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬
(અષ્ટપાહુડ
હવે ફરી કહે છે -
गिण्हदि अदत्तदाणं परणिंदा वि य परोक्खदूसेहिं। जिणलिंग धारंतो चोरेण व होइ सो समणो।।१४।। गृहणाति अदत्तदानं परिनिंदामपि च परोक्षदूषणैः। નિવલિંક ઘાયન ચૌરેળેવ ભવતિ સ: શ્રમ": Tો ૨૪ / અહદત્તનું જ્યાં ગ્રહણ, જે અસમક્ષ પરનિંદા કરે, જિનલિંગ ધારક હો છતાં તે શ્રમણ ચોર સમાન છે. ૧૪
અર્થ:- જે આપ્યા વગરનું દાન લે છે અને પરોક્ષ પરના દુષણોની નિંદા કરે છે તે જિનલિંગને ધારણ કરતો હોવા છતાં પણ ચોર સમાન શ્રમણ છે. ભાવાર્થ:- જે જિનલિંગ ધારણ કરી, દીધા વિના આહાર વગેરે ગ્રહણ કરે છે, બીજાને દેવાની ઇચ્છા નથી પરંતુ કંઈક ભય આદિ ઉત્પન્ન કરીને લેવું તથા આદર વિના લેવું, છુપાઈને કાર્ય કરવું–આ તો ચોરનું કાર્ય છે. આ વેષ ધારણ કરીને એવું કરવા લાગે ત્યારે ચોર જ ઠર્યો. તેથી આવા વેષી થવું યોગ્ય નથી. ૧૪
હવે કહે છે કે જે લિંગ ધારણ કરીને આમ પ્રવર્તે છે તે શ્રમણ નથી:
उप्पडदि पडदि धावदि पुढवी ओ खणदि लिंगरुवेण। इरियावह धारंतो तिरिक्खजोणी ण सो समणो।।१५।। उत्पतति पतति धावति पृथिवी खनति लिंगरुपेण। ईर्यापथं धारयन् तिर्यग्योनि: न स श्रमणः।। १५ ।। *લિંગાત્મ ઈર્યાસમિતિનો ધારક છતાં કૂદે, પડે, દોડે, ઉખાડે ભોંય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૫
અર્થ:- જે મુનિલિંગ ધારણ કરી ઈર્યાપથ-જોઈને ચાલવાનું હતું તેમાં જોઈને ચાલે નહિ, દોડ, કૂદકા મારીને ઉછળે, પડી જાય, ફરી ઉઠીને દોડે, વળી જમીનને ખોદે, ચાલતા એવા પગ પછાડ કે જેથી જમીન ઉખડી જાય; આ પ્રકારે ચાલે તે તિર્યંચયોનિ છે, પશુ છે, અજ્ઞાની છે, મનુષ્ય નથી. ૧૫
હવે કહે છે કે વનસ્પતિ વગેરે સ્થાવર જીવોની હિંસાથી કર્મ–બંધ થાય છે, તેને ન ગણકારતાં સ્વચ્છંદી બનીને પ્રવર્તે છે તે શ્રમણ નથી:
૧. અણદત્ત = અદત્ત; અણદીધેલ; નહિ દેવામાં આવેલ. ૨. અસમક્ષ = પરોક્ષપણે; અપ્રત્યક્ષપણે;
અસમીપપણે; છાની રીતે. ૩ લિંગાત્મ = લિંગ રૂપ; મુનિલિંગ સ્વરૂપ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com