________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
લિંગપાહુડ).
૩૨૫
અર્થ - જે મુનિલિંગ ધારણ કરીને પણ ભોજનમાં રસની ગૃદ્ધિ અર્થાત્ અતિ આસક્તિ રાખે છે તે કંદર્પ-આદિમાં વર્તે છે, તેને કામસેવનની ઇચ્છા તથા પ્રમાદ, નિદ્રા વગેરે અતિ માત્રામાં વધી જાય છે. ત્યારે લિંગભવાયી અર્થાત્ વ્યભિચારી થાય છે. માયાવી અર્થાત્ કામસેવન માટે અનેક કપટ કરવાનું વિચારે છે, જે આવો હોય છે તે તિર્યંચયોનિ છે, પશુતુલ્ય છે, મનુષ્ય નથી, તેથી શ્રમણ પણ નથી.
ભાવાર્થ:- ગૃહસ્થપણું છોડીને મુનિવેષ લઈ આહારમાં લોલુપતા કરવા લાગે તો ગૃહસ્થપણામાં અનેક રસીલાં ભોજન મળતા હતા. તેમને શા માટે છોડ્યા? તેથી જણાય છે કે આત્મ ભાવનાના રસને ઓળખ્યો જ નથી. માટે વિષયસુખની જ ચાહુના રહી, તેથી ભોજનના રસની સાથે અન્ય પણ વિષયોની ચાહના થાય છે. ત્યારે વ્યભિચાર આદિમાં પ્રવર્તતા કરી લિંગને લજાવે છે. આવા લિંગથી તો ગૃહસ્થપદ જ શ્રેષ્ઠ છે એમ જાણવું. ૧૨
હવે ફરી આને જ વિશેષરૂપથી કહે છે:
धावदि पिंडणिमित्तं कलहं काउण भुञ्जदे पिंडं। अवरपरुई संतो जिणमग्गि ण होइ सो समणो।।१३।।
धावति पिंडनिमित्तं कलहं कृत्वा भुंक्ते पिंडम्। अपरप्ररुपी सन् जिनमागी न भवति स: श्रमणः।।१३।।
પિંડાર્થ જે દોડે અને કરી કલહ ભોજન જે કરે, ઈર્ષા કરે છે અન્યની, જિનમાર્ગનો નહિ શ્રમણ તે. ૧૩
અર્થ:- જે લિંગધારી પિંડ એટલે આહાર નિમિત્તે દોડે છે, આહાર નિમિત્તે કલહ કરીને આહાર લે છે–ખાય છે અને તેના નિમિત્તે પરસ્પર અન્યની ઈર્ષા કરે છે તે શ્રમણ જિનમાર્ગી નથી.
ભાવાર્થ:- આ કાળમાં જિનલિંગથી ભ્રષ્ટ થઈને પહેલાં અર્ધફાલક થયા, પછી તેમાંથી શ્વેતાંબરાદિક સંઘ થયો. તેમણે શિથિલાચાર પુષ્ટ કરી લિંગની પ્રવૃત્તિ બગાડી, તેનો અહીં નિષેધ છે. તેમનામાં અત્યારે પણ અનેક એવા જોવામાં આવે છે કે જે આહાર માટે જલદી દોડે છે તેને ઈર્યાપથની ખબર નથી અને ગૃહસ્થને ઘેરથી લાવીને આહાર બે ચાર જણ સાથે બેસીને ખાય છે, તેમાં વહેંચવામાં સરસ, નીરસ આવે ત્યારે પરસ્પર ઝઘડો કરે છે અને તેના નિમિત્તે પરસ્પર ઈર્ષા કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિ કરે ત્યારે શ્રમણ શા માટે થયા? તેઓ જિનમાર્ગી તો છે નહીં, કળિકાળના વેષધારી છે. તેમને સાધુ માને છે તે પણ અજ્ઞાની છે. ૧૩
૧ પિંડાર્થ = આહાર અર્થે ભોજન પ્રાપ્તિ માટે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com