________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૮
(અષ્ટપાહુડી
'દગશુદ્ધ આત્મા શુદ્ધ છે, દગશુદ્ધ તે મુક્તિ લહે, દર્શનરહિત જે પુરુષ તે પામે ન ઇચ્છિત લાભને. ૩૯
અર્થ:- જે પુરુષ દર્શનથી શુદ્ધ છે તે જ શુદ્ધ છે. કેમકે જેનું દર્શન શુદ્ધ છે તે જ નિર્વાણને પામે છે અને જે પુરુષ સમ્યગ્દર્શનથી રહિત છે તે પુરુષ ઇચ્છિત લાભ અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી.
ભાવાર્થ - લોકમાં પ્રસિદ્ધ છે કે કોઈ પુરુષ કોઈ વસ્તુને ઇચ્છે અને તેની રુચિપ્રતીતિ-શ્રદ્ધા ન હોય તો તેની પ્રાપ્તિ થતી નથી. તેથી સમ્યગ્દર્શન જ નિર્વાણ પ્રાપ્તિમાં મુખ્ય છે. ૩૯
હવે કહે છે કે આવા સમ્યગ્દર્શનને ગ્રહણ કરવાનો ઉપદેશ સારરૂપ છે, તેને જે માને છે તે સમ્યકત્વ છે:
इय उवएसं सारं जरमरणहरं खु मण्णए जं तु। तं सम्मत्तं भणियं सवणाणं सावयाणं पि।।४०।।
इति उपदेशं सारं जरा मरण हरं स्फुटं मन्यते यत्तु। तत् सम्यक्त्वं भणितं श्रमणानां श्रावकाणामपि।।४०।।
જ૨મરણહર આ સારભૂત ઉપદેશ શ્રદ્ધે સ્પષ્ટ જે, સમ્યકત્વ ભાખ્યું તેહને, હો શ્રમણ કે શ્રાવક ભલે. ૪૦
અર્થ:- આ પ્રકારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઉપદેશ છે તે સારરૂપ છે, તે જરા, મરણ, રોગ, જન્માદિ સર્વ દુ:ખને હરનાર છે. તેને જે માને-શ્રદ્ધા કરે તે જ સમ્યકત્વ છે. તે મુનિઓ અને શ્રાવકો-સર્વને માટે કહ્યો છે. માટે સમ્યકત્વપૂર્વક જ્ઞાન-ચારિત્રને ધારણ કરો.
ભાવાર્થ:- જીવના જેટલા ભાવો છે તે સર્વમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયના ભાવો સર્વોત્તમ સારરૂપ છે, તે જ જીવને હિતરૂપ છે. તેમાં પણ સમ્યગ્દર્શન પ્રધાન છે. જેના વિના જ્ઞાન અને ચારિત્ર મિથ્યા કહેવાય છે. માટે સમ્યગ્દર્શનને મુખ્ય જાણી સૌથી પ્રથમ તેને અંગીકાર કરો એ ઉપદેશ મુનિ તેમ જ શ્રાવક-સર્વને છે. ૪૦
હવે સમ્યજ્ઞાનનું સ્વરૂપ કહે છે:
૧ દગશુદ્ધ = દર્શનશુદ્ધ. ૨ જમરણહુર = જરા અને મરણનો નાશક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com