________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૬૯
जीवाजीवविहत्ती जोई जाणेइ जिणवरमएण। तं सण्णाणं भणियं अवियत्थं सव्वदरसीहिं।। ४१।।
जीवाजीवविभक्ति योगी जानाति जिनवरमतेन। तत संज्ञानं भणितं अवितथं सर्वदर्शिभिः ।। ४१।।
જીવ-અજીવ કેરો ભેદ જાણે યોગી જિનવરમાર્ગથી, સર્વજ્ઞદેવે તેને સજ્ઞાન ભાખ્યું તથ્યથી. ૪૧
અર્થ:- જે યોગી–મુનિ જીવ-અજીવ પદાર્થના ભેદ જિનંદ્ર ભગવાનના મત અનુસાર જાણે છે તેને સર્વજ્ઞદેવે યથાર્થરૂપે સમ્યજ્ઞાન કહ્યું છે. માટે તે જ સત્યાર્થ છે. અન્ય છબસ્થનું કહેલ સત્યાર્થ નથી-અસત્યાર્થ છે. સર્વજ્ઞનું કહેલ જ સત્યાર્થ છે.
ભાવાર્થ:- સર્વજ્ઞદેવે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ જાતિ અપેક્ષાથી છ દ્રવ્ય કહ્યા છે. (સંખ્યા અપેક્ષાથી અનંત અનંતાનંત, એક એક, એક અને અસંખ્ય છે.) તેમાં જીવને દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ કહે છે. જીવ હંમેશા અમૂર્તિક-અરૂપી છે. અર્થાત સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દ રહિત છે. પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ –આ પાંચ દ્રવ્યોને અજીવ કહે છે-તે અચેતન છે, જડ છે, તેમાં પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દ સહિત મૂર્તિક (રૂપી) છે, ઇન્દ્રિયગોચર છે. અન્ય ચાર અમૂર્તિક છે. આકાશ, ધર્મ, અધર્મ અને કાલ-એ ચાર તો જેવા છે તેવા જ રહે છે.
જીવ અને પુદ્ગલને અનાદિ સંબંધ છે. છદ્મસ્થને ઇન્દ્રિયગોચર પુદ્ગલસ્કંધ છે, તેમને ગ્રહણ કરીને જીવ રાગ-દ્વેષ-મોહરૂપ પરિણમન કરે છે. શરીરાદિને પોતાનું માને છે તથા ઇષ્ટઅનિષ્ટ માનીને રાગદ્વેષરૂપ થાય છે. તેથી પુદગલ નવીન કર્મરૂપ થઈને બંધને પ્રાપ્ત થાય છે. –આ નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે. આ પ્રકારે આ જીવ અજ્ઞાની થઈને જીવ-પુદગલના ભેદને ન જાણતાં મિથ્યાજ્ઞાની થાય છે. માટે આચાર્ય કહે છે કે જિનદેવના મતથી જીવ-અજીવનો ભેદ જાણીને સમ્યગ્દર્શનનું સ્વરૂપ જાણવું.
આ રીતે જિનદેવે કહ્યું તે જ સત્યાર્થ છે. પ્રમાણ-નય દ્વારા એવું જ સિદ્ધ થાય છે. જિનદેવ સર્વજ્ઞ સર્વ વસ્તુને પ્રત્યક્ષ દેખીને કહ્યું છે.
અન્યમતી છબસ્થ છે. તેઓએ પોતાની બુદ્ધિમાં આવ્યું એવું જ કલ્પના કરીને કહ્યું છે. તે પ્રમાણસિદ્ધ નથી. તેમાં કેટલાક વેદાંતી એક બ્રહ્મ માત્ર કહે છે, બીજાં કાંઈ વસ્તુભૂત નથી, – માયારૂપ અવસ્તુ છે એમ માને છે. કેટલાક નૈયાયિક ને વૈશેષિક જીવને સર્વથા નિત્ય સર્વગત કહે છે, જીવને અને જ્ઞાનગુણને સર્વથા ભેદરૂપ માને છે અને અન્ય કાર્યમાત્ર છે
–
૧ તથ્યથી = સત્યપણે; અવિતથપણે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com