________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭)
(અષ્ટપાહુડી
તેમને ઇશ્વર કરે છે-એ પ્રમાણે માને છે. કેટલાક સાંખ્યમતી પુરુષને ઉદાસીન ચૈતન્યસ્વરૂપ માનીને સર્વથા અકર્તા માને છે, જ્ઞાનને પ્રધાનપણે ધર્મ માને છે.
કેટલાક બૌદ્ધમતી સર્વ વસ્તુને ક્ષણિક માને છે, સર્વથા અનિત્ય માને છે. તેઓમાં પણ અનેક મતભેદ છે. કેટલાક વિજ્ઞાનમાત્ર તત્ત્વ માને છે, કેટલાક સર્વથા શૂન્ય માને છે ને કોઈ અન્ય પ્રકારે માને છે. મીમાંસક કર્મકાંડ માત્ર જ તત્ત્વ માને છે, જીવને અણુ માત્ર માને છે તોપણ કંઈ પરમાર્થ નિત્ય વસ્તુ નથી ઇત્યાદિ માને છે. ચાર્વાકમતી જીવને તત્ત્વ માનતા નથી, પંચભૂતોથી જીવની ઉત્પત્તિ માને છે.
ઇત્યાદિ બુદ્ધિકલ્પિત તત્ત્વ માનીને પરસ્પર વિવાદ કરે છે તે યુક્ત જ છે વસ્તુનું પૂર્ણ રૂપ દેખાતું નથી ત્યારે જેમ આંધળાઓ હાથીનો વિવાદ કરે છે તેમ વિવાદ જ હોય છે. માટે જિનદેવ સર્વજ્ઞ જે વસ્તુનું પૂર્ણરૂપ જોયું છે તે જ કહ્યું છે. આ પ્રમાણ અને નય દ્વારા અનેકાંતરૂપ સિદ્ધ થાય છે. તેમની ચર્ચા હેતુવાદના જૈનના ન્યાયશાસ્ત્રોમાંથી જાણી શકાય છે. તેથી આ ઉપદેશ છે કે જિનમતમાં જીવાજીવનું સ્વરૂપ સત્યાર્થ કહ્યું છે. તેને જાણવું તે સમ્યજ્ઞાન છે. આ પ્રકારે જાણીને જિનદેવની આજ્ઞા માની સમ્યજ્ઞાન અંગીકાર કરવું. તેનાથી જ સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય છે એમ જાણવું. ૪૧ હવે સમ્યક્રચારિત્રનું સ્વરૂપ કહે છે –
जं जाणिऊण जोई परिहारं कुणइ पुण्णपावाणं। तं चारित्तं भणियं अवियप्प कम्मरहिएहिं।। ४२।। यत् ज्ञात्वा योगी परिहारं करोति पुण्यपापानाम्। तत् चारित्रं भणितं अविकल्पं कर्मरहितैः।।४२।। તે જાણી યોગી પરિહરે છે પાપ તેમ જ પુણ્યને,
ચારિત્ર તે અવિકલ્પ ભાખ્યું કર્મરહિત જિનેશ્વરે. ૪૨ અર્થ- યોગી-ધ્યાની મુનિ તે પુર્વોક્ત જીવાજીવને ભેદરૂપ સત્યાર્થ જાણીને પુણ્ય તથા પાપ એ બન્નેનો પરિહાર કરે છે, –ત્યાગ કરે છે તે ચારિત્ર છે. જે નિર્વિકલ્પ છે અર્થાત્ પ્રવૃત્તિરૂપ ક્રિયાના વિકલ્પોથી રહિત છે. તે ચારિત્ર ને ઘાતિકર્મોથી રહિત એવા સર્વજ્ઞદેવે કહ્યું છે.
ભાવાર્થ - ચારિત્ર નિશ્ચય-વ્યવહારના ભેદથી બે ભેદરૂપ છે. મહાવત સમિતિ-ગુપ્તિના ભેદથી કહ્યું છે તે વ્યવહાર છે. તેમાં પ્રવૃત્તિરૂપ ક્રિયા શુભકર્મ રૂપ બંધ કરે છે અને આ ક્રિયાઓમાં જેટલા અંશે નિવૃત્તિ છે ( અર્થાત્ તે જ સમયે સ્વાશ્રયરૂપ આશિક નિશ્ચય વીતરાગભાવ છે) તેનું ફળ બંધ નથી, તેનું ફળ કર્મની એકદેશ નિર્જરા છે. સર્વે કર્મોથી રહિત પોતાના આત્મસ્વરૂપમાં લીન થવું તે નિશ્ચય ચારિત્ર છે. તેનું ફળ કર્મોનો નાશ જ છે. આ
૧ અવિકલ્પ = નિર્વિકલ્પ; વિકલ્પ રહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com