________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૭૧
(ચારિત્ર) પુણ્ય-પાપના પરિહારરૂપ નિર્વિકલ્પ છે. પાપનો તો ત્યાગ મુનિને હોય છે જ અને પુણ્યનો ત્યાગ આ પ્રકારે છે –
શુભક્રિયાનું ફળ પુણ્યકર્મનો બંધ છે, તેની વાંછા હોતી નથી. બંધના નાશનો ઉપાય તે નિર્વિકલ્પ નિશ્ચય ચારિત્રનો મુખ્ય ઉદ્યમ છે. આ પ્રકારે અહીં નિર્વિકલ્પ અર્થાત્ પુણ્ય-પાપથી રહિત એવું નિશ્ચયચારિત્ર કહ્યું છે. ચૌદમા ગુણસ્થાનના અંત સમયે પૂર્ણ ચારિત્ર હોય છે. તે ચૌદમે ગુણસ્થાને પહોંચતા જ મોક્ષ થાય છે એવો સિદ્ધાંત છે. ૪૨
હવે કહે છે કે આ પ્રકારે રત્નત્રય સહિત થઈને તપ-સંયમ ને સમિતિ પાળીને શુદ્ધાત્માનું ધ્યાન કરવાવાળા મુનિ નિર્વાણને પ્રાપ્ત કરે છે:
जो रयणत्तयजुत्तो कुणइ तवं संजदो ससत्तीए। सो पावइ परमपयं झायंतो अप्पयं सुद्धं ।। ४३।। यः रत्नत्रययुक्त: करोति तप: संयतः स्वशक्त्या। सः प्राप्नोति परमपदं ध्यायन् आत्मानं शुद्धम्।।४३।। રત્નત્રયીયુત સંયમી નિજશક્તિતઃ તપને કરે,
શુદ્ધાત્મને ધ્યાતો થકો ‘ઉત્કૃષ્ટ પદને તે વરે. ૪૩ અર્થ:- જે મુનિ રત્નત્રયસહિત થઈને સંયમી બની પોતાની શક્તિ અનુસાર તપ કરે છે તે શુદ્ધ આત્માનું ધ્યાન કરતાં કરતાં પરમપદ અર્થાત નિર્વાણ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- જે મુનિ સંયમી, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ આ તેર પ્રકારના ચારિત્રને-જે પ્રવૃત્તિરૂપ વ્યવહાર ચારિત્ર સંયમ છે તેને ધારણ કરીને અને પૂર્વોક્ત પ્રકારે નિશ્ચય ચારિત્રથી યુક્ત થઈને પોતાની શક્તિ અનુસાર ઉપવાસ, કાયક્લેશાદિ બાહ્ય તપ કરે છે તે મુનિ અંતરંગ તપ-ધ્યાન દ્વારા શુદ્ધ આત્મામાં એકાગ્ર ચિત્ત કરીને ધ્યાન કરતાં કરતાં નિર્વાણને પ્રાપ્ત કરે છે. ૪૩
(નોંધઃ- જે છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય સ્વાશ્રયરૂપ નિશ્ચયરત્નત્રય સહિત છે તેના જ વ્યવહાર સંયમ-વ્રતાદિક વ્યવહાર ચારિત્ર મનાય છે.)
હવે કહે છે કે ધ્યાની આવી રીતે પરમાત્માનું ધ્યાન કરે છે – तिहि तिण्णि धरवि णिच्चं तियरहिओ तह तिएण परिरयरिओ।
दोदोसविप्पमुक्को परमप्पा झायए जोई।।४४।। त्रिभिः त्रीन् धृत्वा नित्यं त्रिकरहित: तथा त्रिकेण परिरकरितः।
द्वि दोषविप्रमुक्तः परमात्मानं ध्यायते योगी।।४४।।
૧ નિજશક્તિત: = પોતાની શક્તિપ્રમાણે. ૨ ઉત્કૃષ્ટપદ = પરમ પદ (અર્થાત્ મુક્તિ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com