________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
(અષ્ટપાહુડી
અર્થ:- હે જીવ! તે સાત નરકભૂમિઓના નરક આવાસ-બિલોમાં દારૂણ અર્થાત્ તીવ્ર તથા ભયાનક અને અસહ્ય-સહ્યા ન જાય એવા પ્રકારનાં-દુઃખો બહુ દીર્ઘ કાળ સુધી નિરંતર જ ભોગવ્યાં અને સહ્યાં.
ભાવાર્થ:- નરકની પૃથ્વી સાત છે. તેમાં બિલ બહુ છે. તેમાં દસ હજાર વર્ષથી લઈને તથા એક સાગરથી લઈને તેત્રીસ સાગર સુધી આયુષ્ય છે. જ્યાં આયુષ્યપર્યત અતિ તીવ્ર દુઃખ આ જીવે અનતકાળથી સહુન કરતો આવ્યો છે. ૯
હવે તિર્યંચ ગતિના દુઃખો કહે છે:
खणणुत्तावणवालण वेयणविच्छेयणाणिरोहं च। पत्तो सि भावरहिओ तिरियगईए चिरं कालं ।।१०।।
खननोत्तापनज्वालन वेदनविच्छेदनानिरोधं च। प्राप्तोऽसि भावरहितः तिर्यग्गतौ चिरं कालं ।।१०।।
રે! ખનન-ઉત્તાપન-પ્રજાલન-'વીજન-છેદ-°નિરોધનાં ચિરકાળ પામ્યો દુઃખ ભાવવિહીન તું તિર્યંચમાં. ૧૦
અર્થ - હે જીવ! તેં તિર્યંચગતિમાં ખનન, ઉત્તાપન, જ્વલન, વેદન, લુચ્છેદન, નિરોધન ઇત્યાદિ દુઃખ સમ્યગ્દર્શન આદિ ભાવ રહિત થઈને ઘણા કાળ પર્યત પ્રાપ્ત કર્યા.
ભાવાર્થ- આ જીવે સમ્યગ્દર્શનાદિ ભાવ વિના તિર્યંચ ગતિમાં દીર્ઘકાળ સુધી દુ:ખ ભોગવ્યું. પૃથ્વીકાયમાં કોદાળી આદિથી ખોદાવવા દ્વારા દુ:ખ પ્રાપ્ત કર્યું. જળકાયમાં અગ્નિથી તપાવવા અને ઢોળાવવા ઇત્યાદિ દ્વારા દુઃખ પ્રાપ્ત કર્યું. અગ્નિકાયમાં સળગાવવા ઠારવવા આદિ દ્વારા દુઃખ પ્રાપ્ત કર્યું. વાયુ કાયમાં જોરથી કે ધીમેથી ચાલવા, ફાટવા આદિ દ્વારા દુઃખ પ્રાપ્ત કર્યા. વનસ્પતિકાયમાં છેદાવું ભેદાવું રંધાવું આદિ દ્વારા દુઃખ પ્રાપ્ત કર્યા. વિકલત્રયમાં બીજાથી અટકાવવું, અલ્પ આયુથી મરવું ઇત્યાદિ દ્વારા દુઃખ પ્રાપ્ત કર્યા. પંચેન્દ્રિય પશુ, પક્ષી, જલચર આદિમાં પરસ્પર ઘાત તથા મનુષ્યાદિ દ્વારા વેદના, સુધા, તૃષા, રોકવું, વધ, બંધન ઇત્યાદિ દ્વારા દુઃખ પામ્યો. આ પ્રમાણે તિર્યંચગતિમાં અસંખ્યાત અનંતકાળ સુધી દુઃખ પામ્યો.*
૧ મુદ્રિત સંસ્કૃત પ્રતિમાં ‘વેય' એનું સંસ્કૃત ‘બંનેન' છે. ૨ ખનન = ખોદવાની ક્રિયા ૩ પ્રજાલન = પ્રજાળવાની ક્રિયા. ૪ ઉત્તાપન = તપાવવાની ક્રિયા, ૫ વીજન = પંખાથી પવન નાખવાની ક્રિયા, ૬ છેદન = કાપવાની ક્રિયા. ૭ નિરોધ = બંધનમાં રાખવાની ક્રિયા. * દેહાદિમાં યા બાહ્ય સંયોગોથી દુઃખ નથી પરંતુ પોતાની ભૂલરૂપ મિથ્યાત્વ રાગાદિ દોષથી જ દુઃખ થાય છે. અહીં નિમિત્ત દ્વારા ઉપાદાનની યોગ્યતાનું જ્ઞાન કરાવવા માટે આ ઉપચરિત વ્યવહારનયથી કથન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com