________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૯૯
સમ્યકત્વને જે જીવ ધ્યાવે તે સુદૃષ્ટિ હોય છે, સમ્યકત્વપરિણત વર્તતો દુષ્ટાષ્ટકર્મો ક્ષય કરે. ૮૭
અર્થ:- જે જીવ સમ્યકત્વનું ધ્યાન કરે છે તે જીવ સમ્યગ્દષ્ટિ છે. વળી તે સમ્યકત્વરૂપ પરિણમતો થકો જે દુષ્ટ આઠ કર્મો છે તેનો ક્ષય કરે છે.
ભાવાર્થ:- સમ્યકત્વનું ધ્યાન આ પ્રકારે છે-જે પહેલાં સમ્યકત્વ ન થયું હોય તો પણ તેના સ્વરૂપને જાણીને તેનું ધ્યાન કરે તો તે સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. વળી સમ્યકત્વ પ્રાપ્ત થયે જીવના પરિણામ એવા હોય છે કે સંસારના કારણરૂપ જે દુષ્ટ આઠ કર્મો તેનો ક્ષય થાય છે. સમ્યકત્વ થતાં જ કર્મોની ગુણશ્રેણી નિર્જરા થવા લાગે છે, અનુક્રમે મુનિ થાય ત્યારે ચારિત્ર અને શુકલધ્યાન તેના સહકારી થઈ જાય છે ને ત્યારે સર્વ કર્મોનો નાશ થઈ જાય છે. ૮૭
હવે આને સંક્ષેપથી કહે છે:
किं बहुणा भणिएणं जे सिद्धा णरवरा गए काले। सिज्झिहहि जे वि भविया तं जाणह सम्ममाहप्पं ।।८८।।
किं बहुना भणितेन ये सिद्धाः नरवराः गते काले। सेत्स्यंति येऽपि भव्याः तज्जानीत सम्यक्त्वमाहात्म्यम्।।८८।।
બહુ કથનથી શું? નરવરો ‘ગત કાળ જે સિદ્ધયા અહો ! જે સિદ્ધશે ભવ્યો હવે, સમ્યકત્વમહિમા જાણવો. ૮૮
અર્થ:- આચાર્ય કહે છે કે ઘણું કહેવાથી શું સાધ્ય છે? જે ઉતમ પુરુષો ભૂતકાળમાં સિદ્ધ થઈ ગયા અને ભવિષ્યમાં સિદ્ધ થશે તે આ સમ્યકત્વનું જ માહાભ્ય જાણો.
ભાવાર્થ:- આ સમ્યકત્વનું એવું માહાભ્ય છે કે આઠ કર્મોનો નાશ કરી ભૂતકાળમાં જે મુક્તિપ્રાપ્ત સિદ્ધ થયા છે તથા ભવિષ્યમાં જે સિદ્ધ થશે તેઓ આ સમ્યકત્વથી જ થયા છે અને થશે, તેથી આચાર્ય કહે છે કે વિશેષ શું કહેવું? સંક્ષેપમાં સમજો કે મુક્તિનું પ્રધાન કારણ આ સમ્યકત્વ જ છે. એમ ન જાણો કે ગૃહસ્થને શું ધર્મ હોય? આ સમ્યકત્વધર્મ એવો છે કે જે ધર્મના સર્વ અંગોને સફળ કરે છે. ૮૮
હવે કહે છે કે, જે નિરંતર સમ્યકત્વનું પાલન કરે છે તેમને ધન્ય છે:
૧ નરવરો = ઉત્તમ પુરષો. ૨ ગતકાળ = ભૂતકાળમાં પૂર્વે. ૩ સિદ્ધયા = સિદ્ધથયા; મોક્ષ પામ્યા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com