________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮
(અષ્ટપાહુડ
અર્થ:- પૂર્વોક્ત પ્રકારે ઉપદેશ તો શ્રમણ-મુનિઓને જિનદેવે કહ્યો છે. હવે શ્રાવકોને સંસારનો વિનાશ કરવાવાળો ને સિદ્ધિ અર્થાત્ મોક્ષ આપનારો ઉત્કૃષ્ટ કારણ છે એવો ઉપદેશ આપે છે તે સાંભળો.
ભાવાર્થ- પહેલાં કહ્યું તે તો મુનિઓને માટે કહેલું અને હવે આગળ કહે છે તે શ્રાવકો માટે છે. તે એવું કહેશે કે જેથી સંસારનો વિનાશ થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય. ૮૫ હવે શ્રાવકોએ પહેલાં શું કરવું તે કહે છે:
ग्रहिऊण य सम्मत्तं सुणिम्मलं सुरगिरीव णिक्कंपं। तं झाणे झाइज्जइ सावय दुक्खक्खयट्ठाए।।८६।। गृहीत्वा च सम्यक्त्वं सुनिर्मलं सुरगिरेरिव निष्कंपम्। तत् ध्याने ध्यायते श्रावक! दुःखक्षयार्थे ।।८६ ।। ગ્રહી મેરૂપર્વત-સમ અકંપ સુનિર્મળા સમ્યકત્વને,
હે શ્રાવકો ! દુ:ખનાશ અર્થે ધ્યાનમાં ધ્યાતવ્ય તે. ૮૬ અર્થ - પ્રથમ તો શ્રાવકોએ સુનિર્મળ અર્થાત્ સારી રીતે નિર્મળ અને મેરૂવત્ નિષ્કપઅચળ તથા ચળ-મલિન-અગાઢ દુષણ રહિત અત્યંત નિશ્ચળ એવા સમ્યકત્વને ગ્રહણ કરીને દુ:ખનો ક્ષય કરવા માટે તેનું અર્થાત્ સમ્યગ્દર્શનનું (સમ્યગ્દર્શનના વિષયનું) ધ્યાનમાં ધ્યાન કરવું.
ભાવાર્થ:- શ્રાવક પહેલાં તો નિરતિચાર નિશ્ચળ સમ્યકત્વને ગ્રહણ કરીને તેનું ધ્યાન કરે. આ સમ્યકત્વની ભાવનાથી ગૃહસ્થના ગૃહકાર્ય સંબંધી આકુળતા, ક્ષોભ, દુઃખ હોય છે તે મટી જાય છે. કાર્યના બગડવા-સુધરવા કાળે વસ્તુના સ્વરૂપનો વિચાર આવે તો દુઃખ મટી જાય છે. સમ્યગ્દષ્ટિને આ પ્રકારે વિચાર આવે છે કે વસ્તુનું સ્વરૂપ સર્વજ્ઞ જેવું જાણ્યું છે તેવું જ નિરંતર પરિણમે છે, –તેમ જ થાય છે. તેમાં ઇષ્ટ-અનિષ્ટ માની દુઃખી-સુખી થવું નિષ્ફળ છે. આવા વિચારથી દુ:ખ મટે છે. આ પ્રત્યક્ષ અનુભવગોચર છે, તેથી સમ્યકત્વનું ધ્યાન કરવા કહ્યું છે. ૮૬
હવે સમ્યકત્વના ધ્યાનનો જ મહિમા કહે છે:
सम्मत्तं जो झायइ सम्माइट्ठी हवेइ सो जीवो। सम्मत्त परिणदो उण खवेइ दुट्ठट्ठकम्माणि।।८७।। सम्यक्त्वं यः ध्यायति सम्यग्दृष्टि: भवति सः जीवः। सम्यक्त्व परिणत: पुन: क्षपयति दुष्टाष्ट कर्माणि।।८७।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com