________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૩૧૩
આ પ્રકારે આ કારણોથી પ્રથમ તો તે જ ભવે જ મોક્ષ થાય છે. જ્યાંસુધી કારણની પૂર્ણતા થતી નથી તે પહેલાં કદાચિત્ આયુકર્મની પૂર્ણતા થઈ જાય તો સ્વર્ગમાં દેવ થાય છે. ત્યાં પણ આ જ વાંછા રહે છે. આ શુભ *ઉપયોગનો અપરાધ છે. અહીંથી ચ્યવીને મનુષ્ય થઈશ ત્યારે સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગનું સેવન કરી મોક્ષ પ્રાપ્ત કરીશ-એવી ભાવના રહે છે, ત્યારે ત્યાંથી ચ્યવીને મોક્ષ પ્રાપ્ત કરે છે.
હાલ આ પંચમકાળમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સામગ્રીનું નિમિત્ત નથી, તેથી તદ્ભવ મોક્ષ નથી. તો પણ જો રત્નત્રયનું શુદ્ધતાપૂર્વક પાલન કરે તો અહીંથી દેવપર્યાય પામીને પછી મનુષ્ય થઈને મોક્ષ પામે છે. માટે આ ઉપદેશ છે કે જેમ બને તેમ રત્નત્રયની પ્રાપ્તિનો ઉપાય કરવો. આમાં પણ સમ્યગ્દર્શન પ્રધાન છે, તેનો ઉપાય તો અવશ્ય કરવો જોઈએ.
તેથી જિનઆગમને સમજીને સમ્યકત્વનો ઉપાય અવશ્ય કરવા યોગ્ય છે.
આ પ્રમાણે આ ગ્રંથનો સંક્ષેપ જાણો.
* “પુરુષાર્થ સિદ્ધિ ઉપાય” શ્લોક નં. ૨૨૦ રત્નત્રયરૂપ ધર્મ છે તે નિર્વાણનું જ કારણ છે અને તે વખતે પુણ્યનો આસ્રવ થાય છે તે અપરાધ શુભઉપયોગનો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com