________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨
(અષ્ટપાર્ટુડ
જ્યારે એકદેશ પરદ્રવ્યથી નિવૃત્તિપરિણામ થાય છે ત્યારે જે એકદેશ ચારિત્રરૂપ પાંચમું ગુણસ્થાન થાય છે તેને શ્રાવકપદ કહે છે. સર્વદેશ પરદ્રવ્યથી નિવૃત્તિરૂપ પરિણામ થાય ત્યારે સકલ ચારિત્રરૂપ છ ગુણસ્થાન હોય છે. આમાં કંઈક સંજ્વલન ચારિત્રમોહના તીવ્ર ઉદયથી સ્વરૂપને સાધવામાં પ્રમાદ થાય છે, તેથી તેનું નામ પ્રમત્ત કહ્યું છે. અહીંથી લઈને ઉપરના ગુણસ્થાનવાળાઓને સાધુ કહે છે.
જ્યારે સંજ્વલન ચારિત્રમોહનો મંદ ઉદય થાય છે ત્યારે પ્રમાદનો અભાવ થઈને સ્વરૂપની સાધનામાં ઘણો ઉધમ થાય છે. ત્યારે એનું નામ અપ્રમત્ત એવું સાતમું ગુણસ્થાન થાય છે. આમાં ધર્મધ્યાનની પૂર્ણતા છે. જ્યારે આ ગુણસ્થાનમાં સ્વરૂપમાં લીન થાય ત્યારે સાતિશય અપ્રમત્ત અવસ્થા થાય છે અને શ્રેણીનો પ્રારંભ કરે છે ત્યારે આનાથી ઉપર ચારિત્રમોહના અવ્યક્ત ઉદયરૂપ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ ને સૂક્ષ્મ સાંપરાય નામ ધારક એ ત્રણ ગુણસ્થાન થાય છે. ચોથા ગુણસ્થાનથી માંડીને દસમા ગુણસ્થાન-સૂક્ષ્મ સાપરાય સુધી કર્મની નિર્જરા વિશેષરૂપથી ગુણશ્રેણીરૂપ થાય છે.
તેનાથી ઉપરની શ્રેણીમાં મોહકર્મના અભાવરૂપ અગિયારમું ને બારમું ઉપશાંત કપાય ને ક્ષીણકષાય ગુણસ્થાન થાય છે. આના પછી શેષ ત્રણ ઘાતિયા કર્મોનો નાશ કરીને અનંત ચતુષ્ટય પ્રગટ થઈને અરહંત થાય છે. આ સયોગી કેવળી જિન નામનું ગુણસ્થાન છે. અહીં યોગની પ્રવૃત્તિ હોય છે. પછી યોગોનો નિરોધ કરી અયોગી કેવળી જિન નામનું ચૌદમું ગુણસ્થાન થાય છે. અહીં અવાતિયા કર્મોનો પણ નાશ કરવા માંડતાં જ અનંતર સમયમાં નિર્વાણપદને પ્રાપ્ત થાય છે. અહીં સંસારના અભાવથી મોક્ષ નામ પામે છે.
આ પ્રકારે સર્વ કર્મોના અભાવરૂપ મોક્ષ થાય છે. તેનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહ્યું. તેમની પ્રવૃત્તિ ચોથા ગુણસ્થાનથી સમ્યકત્વ પ્રગટ થવાથી એકદેશ હોય છે. અહીંથી માંડીને આગળ જેમ જેમ કર્મોનો અભાવ થતો જાય છે તેમ તેમ સમ્યગ્દર્શન આદિની પ્રવૃત્તિ વધતી જાય છે અને જેમ જેમ તેમની પ્રવૃત્તિ વધે છે તેમ તેમ કર્મોનો અભાવ થવા માંડે છે. જ્યારે ઘાતિકર્મોનો અભાવ થાય છે ત્યારે તેમાં ગુણસ્થાનમાં અરહંત થઈને જીવનમુક્ત કહેવાય છે. ચૌદમા ગુણસ્થાનના અંતમાં રત્નત્રયની પૂર્ણતા થાય છે. તેથી અઘાતિ કર્મોનો પણ નાશ થઈને અભાવ થાય છે ત્યારે સાક્ષાત્ મોક્ષ પામીને સિદ્ધ કહેવાય છે.
આ પ્રકારે મોક્ષનું અને મોક્ષના કારણનું સ્વરૂપ જિનઆગમથી જાણીને અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષનું કારણ કહે છે તેમને નિશ્ચય-વ્યવહારરૂપ યથાર્થ જાણી સેવન કરવું. તપ પણ મોક્ષનું કારણ છે. તેને પણ ચારિત્રમાં અતંભૂત કરી ત્રયાત્મક જ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com