________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૩૧૧
एवं जिणपण्णत्तं मोक्खस्स य पाहुडं सुभत्तीए। जे पढइ सुणइ भावइ सो पावइ सासयं सोक्खं ।। १०६ ।।
एवं जिनप्रज्ञप्तं मोक्षस्य च प्राभृतं सुभक्त्या। यः पठति श्रृणोति भावयति सः प्राप्नोति शाश्वतं सौख्यं ।। १०६ ।। આ જિનનિરૂપિત મોક્ષપ્રાભૂત શાસ્ત્રને સદ્ભક્તિએ, જે પઠન-શ્રવણ કરે અને ભાવે, લહે સુખ નિત્યને. ૧૦૬
અર્થ:- આ પ્રકારે જિનભગવાને કહેલું મોક્ષ પાહુડ નામનું આ શાસ્ત્ર જે જીવ અત્યંત ભક્તિપૂર્વક ભણે, સાંભળે તથા વારંવાર ચિંતવન કરે તે જીવ શાશ્વત સુખ-નિત્ય અતીન્દ્રિય જ્ઞાનાનંદમય સુખને-પામે છે.
ભાવાર્થ:- મોક્ષ પાહુડમાં મોક્ષ અને મોક્ષના કારણનું સ્વરૂપ કહ્યું છે. જે મોક્ષના કારણનું સ્વરૂપ અન્ય પ્રકારે માને છે તેનો નિષેધ ર્યો છે. તેથી આ ગ્રંથને વાંચવા, સાંભળવાથી તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન-શ્રદ્ધાન-આચરણ થાય છે. તેના ધ્યાનથી કર્મનો નાશ થાય છે અને આત્માની વારંવાર ભાવના કરવાથી તેમાં દઢ થતાં એકાગ્ર ધ્યાનનું સામર્થ્ય પ્રગટ થાય છે. તે ધ્યાનથી કર્મનો નાશ થતાં શાશ્વત સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી આ ગ્રંથના પઠન, શ્રવણ અને નિરંતર ભાવના કરવાં એવો આશય છે. ૧૦૬
આ પ્રકારે શ્રી. કુંદકુન્દ્રાચાર્ય દેવે આ મોક્ષપાહુડ ગ્રંથ સંપૂર્ણ ર્યો. આ ગ્રંથનો સંક્ષેપ આ પ્રકારે છે કે- આ જીવ શુદ્ધ દર્શન-જ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે. તો પણ અનાદિથી જ પુદ્ગલ કર્મના સંયોગથી અજ્ઞાન, મિથ્યાત્વ અને રાગદ્વેષાદિક વિભાવરૂપ પરિણમે છે. તેથી નવીન કર્મબંધના સંતાનથી સંસારમાં ભ્રમણ કરે છે. સિદ્ધાંતમાં જીવની પ્રવૃત્તિના સામાન્યરૂપથી ચૌદ ગુણસ્થાન નિરૂપણ કર્યા છે. તેમાં મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વ ગુણસ્થાન થાય છે. મિથ્યાત્વની સહકારિણી અનંતાનુબંધી કષાય છે. કેવળ તેના ઉદયથી સાસાદન ગુણસ્થાન થાય છે, અને સમ્યકત્વ મિથ્યાત્વ બન્નેના મિલનરૂપ મિશ્ર પ્રકૃતિના ઉદયથી મિશ્રગુણસ્થાન થાય છે. આ ત્રણ ગુણસ્થાનોમાં તો આત્મભાવનાનો અભાવ જ છે.
જ્યારે *કાળલબ્ધિના નિમિત્તથી જીવાજીવ પદાર્થોનું જ્ઞાન-શ્રદ્ધાન થવાથી સમ્યકત્વ થાય છે ત્યારે આ જીવને પોતાનું અને પરનું, હિત-અહિતનું તથા હેય-ઉપાદેયનું જાણવું થાય છે. ત્યારે આત્માની ભાવના થાય છે. ત્યારે અવિરત નામનું ચોથું ગુણસ્થાન થાય છે.
* સ્વસમ્મુખતારૂપ નિજ પરિણામની પ્રાપ્તિનું નામ જ ઉપાધનરૂપ નિશ્ચય કાળલબ્ધિ છે. તે થાય તો તે સમયે બાહ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિ ઉચિત સામગ્રી નિમિત્ત હોય છે-તે ઉપચાર કારણ કહેવાય છે. અન્યથા ઉપચાર પણ કહેવાતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com