________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧GO
(અષ્ટપાહુડ
જિનકથન ભાષાસૂત્રમય શાબ્દિક-વિકારરૂપે થયું; તે જાણ્યું શિષ્ય ભદ્રબાહુ તણા અને એમ જ કહ્યું. ૬૧
અર્થ:- શબ્દના વિકારથી ઉપજેલ આ પ્રકારે અક્ષરરૂપે પરિણમેલ ભાષાસૂત્રોમાં જિનદેવે કહ્યું તે જ શ્રવણમાં અક્ષરરૂપ આવ્યું અને જેવું જિનદેવે કહ્યું તેવું જ પરંપરાથી ભદ્રબાહુ નામના પાંચમાં શ્રુતકેવળીએ જાણ્યું અને પોતાના શિષ્ય વિશાખાચાર્ય આદિને કહ્યું. તે તેમણે જાણ્યું. તે જ અર્થરૂપ વિશાખાચાર્યની પરંપરાથી ચાલ્યુ આવ્યું. તે જ અર્થ આચાર્ય કહે છે. અમે કહ્યું છે તે અમારી બુદ્ધિથી કલ્પિત કરીને કહ્યું નથી. આમ અભિપ્રાય છે. ૬૧
હવે ભદ્રબાહુ સ્વામીની સ્તુતિરૂપ વચન કહે છે -
बारसअंगवियाणं चउदसपुव्वंगविउलवित्थरणं। सुयणाणि भद्दबाहू गमयगुरू भयवओ जयउ।। ६२।।
द्वादशांगविज्ञान: चतुर्दशपूर्वांग विपुलविस्तरणः। श्रुतज्ञानिभद्रबाहुः गमकगुरु: भगवान् जयतु।।६२।।
જય બોધ દ્વાદશ અંગનો, ચઉદશપૂરવ-વિસ્તારનો, જય હો શ્રુતંવર ભદ્રબાહુ ગમતગુરુ ભગવાનનો. ૬ર
અર્થ:- ભદ્રબાહુ નામના આચાર્ય છે તે જયવંત હો. કેવા છે? જેમને બાર અંગોનું વિશેષ જ્ઞાન છે. જેમનો ચૌદ પૂર્વોનો વિશાળ વિસ્તાર છે તેથી તેઓ શ્રુતજ્ઞાની છે. પૂર્ણ ભાવજ્ઞાન સહિત અક્ષરાત્મક શ્રુતજ્ઞાન તેમને હતું. “ગમકગુરુ છે. જે સ્ત્રના અર્થને જાણીને તે જ પ્રકારે વાકયાર્થ કરે તેમને “ગમક' કહે છે. તેમના પણ ગુરુઓમાં પ્રધાન છે, ભગવાન છેસૂર-અસૂરોથી પૂજ્ય છે. તેઓ જયવંત હો. આ પ્રકારે કહેવામાં તેમને સ્તુતિરૂપ નમસ્કાર સુચિત છે. “જયતિ' ધાતુ સર્વોત્કૃષ્ટ અર્થમાં છે. તે સર્વોત્કૃષ્ટ કહેવાથી નમસ્કાર જ આવે છે.
ભાવાર્થ- ભદ્રબાહુ સ્વામી પાંચમાં શ્રુતકેવળી થયા. તેમની પરંપરાથી શાસ્ત્રનો અર્થ જાણીને આ બોધ પાહુડ ગ્રંથ રચાયો છે. તેથી તેમને અંતિમ મંગળ માટે આચાર્યે સ્તુતિરૂપ નમસ્કાર કર્યા છે. આ પ્રકારે બોધ પાહુડ ગ્રંથ સમાપ્ત ર્યો છે. ૬ર
૧ જસ = જેમને ૨ ચઉદશ = ચૌદ ૩ શ્રતધર = શ્રુતજ્ઞાની.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com