________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૧૧
(૭) ધનનું સંપ્રયોજન, (૮) કુશીલનો સંસર્ગ, (૯) રાજસેવા, અને (૧૦) રાત્રિસંચરણ-આ દસ “શીલ વિરાધના' છે. તેની આલોચનાના દસ દોષ છે. ગુરુઓની પાસે જઈ લાગેલા દોષોની આલોચના સરળ બનીને ન કરે ને કંઈક શલ્ય રાખે, તેના દસ ભેદ કર્યા છે. તેને ગુણવાથી આઠ લાખ ચાલીસ હજાર થાય છે. આલોચનાદિ પ્રાયશ્ચિત્તના દસ ભેદ છે. તેનાથી ગુણવાથી ચોરાસી લાખ થાય છે. આ બધા દોષોના ભેદ છે, તેમના અભાવથી ગુણ થાય છે. તેમની ભાવના રાખે, ચિંતન અને અભ્યાસ રાખે, તેમની સંપૂર્ણ પ્રાપ્તિ કરવાનો ઉપાય રાખે. આ પ્રકારે તેમની ભાવનાનો ઉપદેશ છે.
આચાર્ય કહે છે કે વારંવાર અનેક વચનોના પ્રલાપથી તો કાંઈ સાધ્ય નથી જે કંઈ આત્માના ભાવની પ્રવૃત્તિના વ્યવહારના ભેદ છે તેમની “ગુણ' સંજ્ઞા છે, તેમની ભાવના રાખવી. અહીં એટલું વિશેષ જાણવું કે ગુણસ્થાન ચૌદ કહ્યા છે તે પરિપાટીથી ગુણ-દોષોનો વિચાર છે. મિથ્યાત્વ, સાસાદન અને મિશ્ર-એ ત્રણેમાં તો વિભાવ પરિણતિ જ છે, એમાં તો ગુણનો વિચાર જ નથી. અવિરત, દેશવિરત આદિમાં શીલગુણનો એકદેશ આવે છે. અવિરતમાં મિથ્યાત્વ-અનંતાનુબંધી કષાયના અભાવરૂપ ગુણના એકદેશ-સમ્યકત્વ અને તીવ્ર રાગદ્વેષના અભાવરૂપ ગુણ આવે છે, અને દેશવિરતમાં કાંઈક વ્રતના એકદેશ ગુણ આવે છે. પ્રમત્તમ મહાવ્રતરૂપ સામાયિક ચારિત્રનો એકદેશ ગુણ આવે છે. કેમકે પાપ સંબંધી રાગદ્વેષ તો ત્યાં નથી, પરંતુ ધર્મસંબંધી રાગ છે અને સામાયિક' રાગ-દ્વેષના અભાવનું નામ છે. તેથી સામાયિકને એકદેશ જ કહી છે. અહી સ્વરૂપની સન્મુખ થવામાં ક્રિયાકાંડના સંબંધથી પ્રમાદ છે, તેથી “પ્રમત્ત” નામ આપ્યું છે. અપ્રમત્તમાં સ્વરૂપ સાધનામાં તો પ્રમાદ નથી, પરંતુ કંઈક સ્વરૂપની સાધનાનો રાગ વ્યક્ત છે, માટે અહીં પણ સામાયિકને એકદેશ જ કહી છે. અપૂર્વકરણને અનિવૃત્તિકરણમાં રાગ વ્યક્ત નથી, અવ્યક્ત કષાયનો સદ્દભાવ છે, તેથી સામાયિક ચારિત્રની પૂર્ણતા કહી. સૂક્ષ્મ સાપરાયમાં અવ્યક્ત કષાય પણ સૂક્ષ્મ રહી ગયો, તેથી એનું નામ સૂક્ષ્મ સાપરાય” રાખ્યું. ઉપશાંત મોહ ને ક્ષીણમોહમાં કષાયનો અભાવ જ છે, તેથી જેવું આત્માનું મોડુ-વિકાર રહિત શુદ્ધ સ્વરૂપ હતું તેવો અનુભવ થયો, તેથી “યથા ખ્યાત ચારિત્ર” નામ રાખ્યું. આ પ્રમાણે મોહકર્મના અભાવની અપેક્ષાએ તો અહીં જ ઉત્તર ગુણોની પૂર્ણતા કહેવામાં આવી છે પરંતુ આત્માનું સ્વરૂપ અનંત જ્ઞાનાદિ સ્વરૂપ છે તે વાતિકર્મનો નાશ થવાથી અનંત જ્ઞાનાદિ પ્રગટ થાય છે ત્યારે “સયોગ કેવળી” કહે છે, તેમાં પણ થોડી યોગોની પ્રવૃત્તિ છે અને “અયોગીકેવળી ચૌદમું ગુણસ્થાન છે, તેમાં યોગની પ્રવૃત્તિ મટી જઈ આત્મા અવસ્થિત થઈ જાય છે, ત્યારે ચોરાસી લાખ ઉત્તરગુણોની પૂર્ણતા થઈ એમ કહેવાય છે. આ પ્રમાણે ગુણસ્થાનોની અપેક્ષાએ ઉત્તરગુણોની પ્રવૃત્તિ વિચારવા યોગ્ય છે. આ બાહ્ય અપેક્ષાએ ભેદ છે, અંતરંગ અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો સંખ્યાત, અસંખ્યાત, અનંત ભેદ થાય છે. આ રીતે જાણવું જોઈએ. ૧૨૦
Please inform us of any errors on rajesh@AtmaDharma.com