________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXXVI
णाणं चरित्तहीणं लिंगग्गहणं च सणविहूणं। संजमहोणो य तवो जइ चरइ णिरत्थयं सव्व।।५।। खाणं चरितसुद्धं लिंगग्गहणं च दंसणविसुद्धं । संजमसहिदो य तवो थोओ वि महाफलो होइ।।६।।
ચારિત્રહીન જ્ઞાન નિરર્થક છે, સમ્યગ્દર્શન રહિત લિંગગ્રહણ અર્થાત્ નગ્ન દિગમ્બર દીક્ષા લેવી નિરર્થક છે, અને સંયમ વિના તપ નિરર્થક છે. જો કોઈ ચારિત્ર સહિત જ્ઞાન ધારણ કરે છે, સમ્યગ્દર્શન સહિત લિંગ (વેશ) ગ્રહણ કરે છે અને સંયમ સહિત તપશ્ચરણ કરે છે તો અલ્પનું પણ મહાફળ પ્રાપ્ત કરે છે.''
આગળ આચાર્ય કહે છે કે સમ્યગ્દર્શન સહિત જ્ઞાન, ચારિત્ર, તપનું આચરણ કરવાવાળા મુનિરાજ નિશ્ચિત રૂપથી જ નિર્વાણની પ્રાપ્તિ કરે છે.
જીવદયા, ઇન્દ્રિયોનું દમન, સત્ય, અચૌર્ય બ્રહ્મચર્ય, સંતોષ, સમ્યગ્દર્શન, જ્ઞાન, તપ –આ શીલનો જ પરિવાર છે. ઝેર ખાવાથી તો જીવ એકવાર મરણ પામે છે પરંતુ વિષયરૂપ ઝેર (કુશીલ) ના સેવનથી અનંતવાર જન્મ મરણ ધારણ કરવા પડે છે.
શીલ વિના એકલું જાણી લેવા માત્રથી જો મોક્ષ થતો હોત તો દશપૂર્વોનું જ્ઞાન જેને હતું, એવા રૂદ્ર નરક કેમ ગયા? વધુ શું કહેવું. આટલું સમજી લેવું કે જ્ઞાન સહિત શીલ જ મુક્તિનું કારણ છે. અંતમાં આચાર્ય દેવ કહે છે:
जिणवयणगहिदसारा विषयविरत्ता तवोधणा धीरा। सीलसलिलेण पहदा ते सिद्धालयसुहं जंति।।३८।।
“જેમણે જિનવચનોનો સાર ગ્રહણ કરી લીધો છે અને જે વિષયોથી વિરક્ત થઈ ગયા છે, જેમને તપ એ જ સંપત્તિ છે અને જે ધીર છે તથા જે શીલરૂપી જલથી સ્નાન કરીને શુદ્ધ થયા છે, તે મુનિરાજ સિદ્ધાલયના સુખોને પ્રાપ્ત કરે છે.''
આ પ્રકારે આ અધિકારમાં સમ્યગ્દર્શન-જ્ઞાનસહિત શીલની મહિમા બતાવી છે, તેને જ મોક્ષનું કારણ બતાવ્યું છે. આ પ્રકારે આપણે જોઈએ છીએ કે સંપૂર્ણ અષ્ટપાહુડ શ્રમણોમાં સમાયેલા અથવા સંભાવિત શિથિલાચારની વિરૂદ્ધ એક સમર્થ આચાર્યનો બળવાન અધ્યાદેશ છે, જેમાં સમ્યગ્દર્શન ઉપર તો બધાથી વિશેષ ભાર આપ્યો છે સાથમાં શ્રમણોને સંયમાચરણને નિતિચાર પાળવા પણ પૂરતો પ્રકાશ પાથર્યો છે. શ્રમણોને પગલે પગલે સતર્ક કરી દીધા છે.
સમ્યગ્દર્શનરહિત સંયમ ધારણ કરી લેવાથી પણ સંયમાચરણમાં શિથિલતા અનિવાર્ય આવી જાય છે. સમ્યગ્દર્શન રહિત શિથિલ સાધુઓ પોતે તો સંસાર સાગરમાં ડૂબે છે સાથોસાથ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com