________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XXXV
આરંભમાં જ આચાર્ય કહે છે કે ધર્માત્માનું લિંગ (નગ્ન દિગમ્બર સાધુનો વેશ) તો હોય છે પરંતુ, વેશધારણ કરી લેવા માત્રથી ધર્મની પ્રાપ્તિ થઈ જતી નથી. એટલા માટે છે ભવ્યજીવો! ભાવરૂપ ધર્મને ઓળખો. એકલા લિંગ (વેશ) થી જ કાંઈ થવાવાળું હોતું નથી.
આગળ જતાં અનેક ગાથાઓમાં બહુજ કઠોર શબ્દમાં કહ્યું છે કે પાપથી મોહિત બુદ્ધિ છે જેમની, એવા કેટલાક લોકો જિનલિંગને ધારણ કરીને તેની હાંસી ઉડાવે છે. નિગ્રંથલિંગ ધારણ કરીને પણ જો સાધુ પરિગ્રહનો સંગ્રહુ કરે છે, તેની રક્ષા કરે છે, તેનું ચિંતવન કરે છે, તેઓ નગ્ન હોવા છતાં પણ સાચા સાધુ નથી, અજ્ઞાની છે, પશુ છે.
આ પ્રકારે નગ્નવેશ ધારણ કરીને પણ જે ભોજનમાં વૃદ્ધિ રાખે છે. આહાર મેળવવાના નિમિત્તે દોડે છે, ઝગડે છે, ઈર્ષ્યા કરે છે મનમાની સૂએ છે, દોડવાની રીતે ચાલે છે, ઉછળે છે ઇત્યાદિ અસત્ ક્રિયાઓમાં પ્રવૃત્ત હોય છે, તેઓ મુનિ તો છે જ નહીં, મનુષ્ય પણ નથી, પશુ
આગળ જતાં ફરી કહે છે કે જે મુનિ દીક્ષારહિત ગૃહસ્થોમાં અને દક્ષિત શિષ્યોમાં ઘણો સ્નેહુ રાખે છે. મુનિઓને યોગ્ય ક્રિયા અને ગુરુઓના વિનયથી રહિત હોય છે તે પણ સાધુ નથી પણ પશુ છે.
જે સાધુ મહિલાઓનો વિશ્વાસ કરીને તેમ જ તેમને વિશ્વાસમાં લઈને તેમાં પ્રવર્તે છે, તેને ભણાવે છે, પ્રવૃત્તિ શીખડાવે છે, એવા વેશધારી તો પાર્થસ્થથી પણ હલકટ છે, વિનષ્ટ છે; શ્રમણ નથી. આ પ્રકારની પ્રવૃત્તિઓમાં પડેલા વેશધારી મુનિઓ ઘણા વિદ્વાન હોવા છતાં પણ, શાસ્ત્રોના જ્ઞાતા હોવા છતાં પણ સાચા શ્રમણ છે નહીં.
અંતમાં આચાર્ય કહે છે કે આ લિંગપાહુડમાં વ્યક્ત કરેલા ભાવોને જાણીને જે મુનિ દોષોથી બચી સાચું લિંગ ધારણ કરે છે તે મુક્તિ પામે છે. ૮. શીલ પાહુડ:
શીલપાહુડના વિષયવસ્તુ સ્પષ્ટ કરતાં શીલપાહુડના અંતમાં વચનિકાકાર પંડિત જયચંદજી છાબડા લખે છે-“શીલ નામ સ્વભાવનું છે. આત્માનો સ્વભાવ શુદ્ધ જ્ઞાન-દર્શનમય ચેતના સ્વરૂપ છે, તે અનાદિ કર્મોના સંયોગથી વિભાવરૂપે પરિણમે છે. એનાથી વિશેષ મિથ્યાત્વ કષાય આદિ અનેક છે, તેમને રાગ-દ્વેષ-મોહ પણ કહે છે, તેમના ભેદ સંક્ષેપથી ચોરાસી લાખ કહ્યા છે, વિસ્તારથી અસંખ્ય અનંત હોય છે-એમને કુશીલ કહે છે. એમના અભાવ રૂપ સંક્ષેપથી ચોરાસી લાખ ઉત્તર ગુણ છે, તેમને શીલ કહે છે. આ તો સામાન્ય પદ્રવ્યની સંબંધની અપેક્ષાએ શીલ-કુશીલનો અર્થ છે, અને પ્રસિદ્ધ વ્યવહારની અપેક્ષાએ
સ્ત્રીના સંગની અપેક્ષાથી કુશીલના અઢાર હજાર ભેદ કહ્યા છે, તેમના અભાવરૂપ અઢાર હજાર શીલના ભેદ છે.''
વાસ્તવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ શીલ છે, તેમની એકતા જ મોક્ષમાર્ગ છે આથી શીલને સ્પષ્ટ કરતાં કહે છે :
Please inform us of any errors on rajesh@AtmaDharma.com