________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૪૯
ભાવાર્થ - કુમતિ વિષયાસક્ત મિથ્યાદષ્ટિ પોતે તો વિષયોને સારા માનીને સેવન કરે છે, કેટલાક કુમતિ એવા પણ છે જે સુંદર વિષયસેવન કરવાથી બ્રહ્મ પ્રસન્ન થાય છે આ તો બ્રહ્માનંદ છે એમ કહે છે. આ પરમેશ્વરની મોટી ભક્તિ છે એવું કહીને અત્યંત આસક્ત થઈને સેવન કરે છે, તેમજ એવો ઉપદેશ બીજાઓને આપીને વિષયોમાં લગાડે છે. તે પોતે તો રેંટના ચક્રની જેમ સંસાર કરે જ છે-અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે, પરંતુ અન્ય પુરુષોને પણ તેમાં લગાવીને ભ્રમણ કરાવે છે. તેથી આ વિષયસેવન દુઃખને માટે છે-દુઃખનું જ કારણ છે એવું જાણીને કુમતિઓની સંગતિ ન કરવી, વિષયાસક્તપણું છોડવું. તેથી સુશીલપણું હોય છે. ૨૬
પુરુષ
હવે કહે છે કે જે કર્મની ગાંઠ વિષયસેવન કરીને પોતે તો બાંધી છે તેને તપશ્ચરણાદિ કરીને પોતે જ કાપે છે –
आदेहि कम्मगंठी जा बद्धा विसयरागरंगेहिं। तं छिन्दन्ति कयत्था तवसंजमसीलयगुणेण।। २७।।
आत्मनि कर्मग्रन्थिः या बद्धा विषयरागरागैः। तां छिन्दन्ति कृतार्थाः तपः संयमशील गुणे न।। २७।।
જે કર્મગ્રંથિ વિષય રાગે બદ્ધ છે આત્મા વિષે, તપચરણ-સંયમ-શીલથી સુકૃતાર્થ છેદે તેહને. ૨૭
અર્થ:- જે જીવે વિષયોમાં રંગ-રાગ એટલે આસક્તિના દઢ રંગથી પોતે જ કર્મની ગાંઠ બાંધી છે, તેને કૃતાર્થ પુરુષ (ઉત્તમ પુરુષ) તપ, સંયમ, શીલ દ્વારા પ્રાપ્ત પુણ્યથી છેદે છે, ખોલે
ભાવાર્થ- જે કોઈ પોતે ગાંઠ કરીને બાંધે તેને ખોલવાની વિધિ પણ પોતે જ જાણે. જેમ સોની આદિ કારીગર આભૂષણ-ઘરેણાં આદિના સાંઘાના ટાંકાનું એવું ઝારણ કરે કે સાંધો અદશ્ય થઈ જાય ત્યારે તે સાંધાના ટાંકાનું ઝારણ કરવાવાળો જ ઓળખી જઈને ખોલે, તેવી જ રીતે આત્માને પોતે જ રાગાદિક ભાવોથી કર્મની ગાંઠ બાંધી છે તેને પોતે જ ભેદવિજ્ઞાન કરીને રાગાદિકને અને પોતાને જે ભેદ છે તે સાંધાને ઓળખીને તપ, સંયમ, શીલરૂપ ભાવરૂપ શસ્ત્રોથી તે કર્મબંધની ગાંઠ કાપે છે. એવું જાણીને જે કૃતાર્થ પુરુષ છે તે પોતાનું પ્રયોજન સાધી લે છે. તેઓ આ શીલગુણને અંગીકાર કરીને આત્માને કર્મથી ભિન્ન કરે છે. આ પુરુષાર્થ પુરુષોનું કાર્ય છે. ૨૭
હવે જે શીલ દ્વારા આત્મા શોભા પામે છે તેને દષ્ટાંત દ્વારા બતાવે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com