________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૦૩
અર્થ:- જે દયાથી વિશુદ્ધ છે તે ધર્મ છે, જે સર્વ પરિગ્રહથી રહિત છે તે પ્રવજ્યા છે, જેનો મોહ નષ્ટ થઈ ગયો છે તે “દેવ' છે-તે ભવ્ય જીવોના ઉદયને કરવાવાળા છે.
ભાવાર્થ:- લોકમાં આ પ્રસિદ્ધ છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચાર પુરુષનાં પ્રયોજન છે. તેમના માટે પુરુષ કોઈની વંદના કરે છે, પૂજા કરે છે અને આ ન્યાય છે કે જેની પાસે જે વસ્તુ હોય તે બીજાને આપે ન હોય તો કયાંથી લાવે ? માટે આ ચાર પુરુષાર્થ જિનદેવમાં જોવામાં આવે છે. ધર્મ તો તેમનામાં દયારૂપે જોવામાં આવે છે. તેને સાધીને તેઓ તીર્થકર થઈ ગયા. ત્યારે ધનની અને સંસારના ભોગોની પ્રાપ્તિ થઈ ગઈ; લોક પૂજ્ય બની ગયા. અને તીર્થકરના પરમ પદમાં દીક્ષા લઈને, બધા મોહથી રહિત થઈને, પરમાર્થ સ્વરૂપ આત્મિક ધર્મને સાધી, મોક્ષસુખ પ્રાપ્ત કરી લીધું. આવા તીર્થકર જિન છે, તે જ “દેવ” છે. અજ્ઞાની લોકો જેને દેવ માને છે તેને ધર્મ, અર્થ, કામ, મોક્ષ નથી. કેમકે કેટલાક હિંસક છે કેટલાક વિષયાસક્ત છે-મોહી છે તેમને ધર્મ કેવો? જેમને અર્થ અને કામની વાંછા હોય છે તેમને અર્થ અને કામ કેવા? જન્મ-મરણ સહિત છે તેમને મોક્ષ કેવો? આ રીતે સાચા “દેવ” તો જિનદેવ જ છે. તેઓ જ ભવ્ય જીવોના મનોરથ પૂર્ણ કરે છે, અન્ય સર્વે કલ્પિત દેવ છે. ૨૫
આ પ્રમાણે “દેવ નું સ્વરૂપ કહ્યું.
(૯) હવે “તીર્થ 'નું સ્વરૂપ કહે છે:
वयसम्मत्तविसुद्धे पंचेंदियसंजदे णिरावेक्खे। ण्हाएउ मुणी तित्थे, दिक्खासिक्खासुण्हाणेण।। २६ ।।
व्रतसम्यक्त्व विशुद्ध पंचेद्रियसंयते निरपेक्षे। स्नातु मुनिः तीर्थे दीक्षाशिक्षासुस्नानेन।। २६ ।।
વ્રત-સુદગનિર્મળ, ઇન્દ્રિયસંયમયુક્તને નિરપેક્ષ જે, તે તીર્થમાં દીક્ષા-સુશિક્ષારૂપ સ્નાન કરો, મુને ! ૨૬
અર્થ - વ્રત, સમ્યકત્વથી વિશુદ્ધ અને પાંચ ઇન્દ્રિયોથી સંયત અર્થાત્ સંવર સહિત તથા નિરપેક્ષ અર્થાત્ ખ્યાતિ, લાભ, પૂજાદિકની-આ લોકના ફળની તથા પરલોકમાં સ્વર્ગાદિકના ભોગોની-અપેક્ષાથી રહિત એવા આત્મસ્વરૂપ “તીર્થ' માં દીક્ષા-શિક્ષારૂપ સ્નાનથી પવિત્ર થાઓ.
૧. નિરપેક્ષ = અભિલાષારહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com