________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૯૧
'पीऊण णाणसलिलं णिम्महतिसडाहसोसउम्मुक्का। होंति सिवालयवासी तिहुवणचूडामणी सिद्धा।। ९३।। पीत्वा ज्ञानसलिलं निर्मथ्यतृषादाहशोषोन्मुक्ता। भवंति शिवालयवासिनः त्रिभुवन चूडामणयः सिद्धाः।। ९३।। જીવ જ્ઞાનજળ પી, તીવ્રતૃષ્ણાદાહશોષ થકી છૂટી, શિવધામવાસી સિદ્ધ થાય-ત્રિલોકના ચૂડામણિ. ૯૩
અર્થ - પૂર્વોક્ત પ્રકારે ભાવશુદ્ધ કરવાથી જ્ઞાનરૂપી જળ પીને સિદ્ધ થાય છે. કેવા છે સિદ્ધ? નિર્મધ્ય અર્થાત્ મથ્યા ન જાય (?) એવા તૃષા, દાહ અને શોષથી રહિત છે, આ પ્રકારે સિદ્ધ થાય છે. જ્ઞાનરૂપી જળ પીવાનું આ ફળ છે. સિદ્ધ શિવાલય અર્થાત્ મુક્તિરૂપી મહેલમાં રહેવાવાળા છે. લોકના શિખર ઉપર જેમનો વાસ છે. તેથી કેવા છે? ત્રણભુવનના ચૂડામણિ છે, -મુકુટમણિ છે તથા ત્રણભુવનમાં જે સુખ નથી એવા પરમાનંદ અવિનાશી સુખને તેઓ ભોગવે છે. આ પ્રમાણે તેઓ ત્રણભુવનના મુકુટમણિ છે.
ભાવાર્થ- શુદ્ધભાવ કરી જ્ઞાનરૂપી જળ પીવાથી તૃષ્ણા, દાહ, શોષ મટી જાય છે. તેથી એવું કહ્યું છે કે પરમાનંદરૂપ સિદ્ધ હોય છે. ૯૩
હવે ભાવશુદ્ધિ માટે ફરી ઉપદેશ કરે છે -
दस दस दो सुपरीसह सहहि मुणी सयलकाल काएण। सुत्तेण अप्पमत्तो संजमघादं पमोत्तूण।।९४ ।।
दश दश द्वौ सुपरीषहान् सहस्व मुने! सकलकालं कायेन। सूत्रेण अप्रमत्तः संयमघातं प्रमुच्य।। ९४ ।। બાવીશ પરિષહ સર્વ કાળ સહો મુને ! કાયા વડે, અપ્રમત્ત રહી, સૂત્રોનુસાર, નિવારી સંયમઘાતને. ૯૪
અર્થ - હે મુને ! તું દસ-દસ-બે અર્થાત્ બાવીશ જે સુપરિષહ અર્થાત્ અતિશય કરીને સહેવા યોગ્યને સૂત્રણ અર્થાત્ જેવાં જિનવચનમાં કહ્યાં છે તેવી રીતિથી નિપ્રમાદી થઈને સંયમનો ઘાત દૂર કરીને તારી કાયાથી સદા કાળ નિરંતર સહન કર.
ભાવાર્થ- જેથી સંયમમાં હરક્ત ન આવે અને પ્રમાદનું નિવારણ થાય તેવા મુનિ નિરંતર સુધા, તૃષા આદિ બાવીસ પરિષહુ સહન કરે. તેને સહન કરવાનું પ્રયોજન સૂત્રમાં
१ पाठान्तर = पाउण. २ पाठान्तर = प्राप्य.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com