________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૮
(અષ્ટપાર્ટુડ
અત્ સયોગીકેવળીજિન તેરમે ગુણસ્થાન છે; ચોત્રીશ અતિશયયુક્ત ને વસુ પ્રાતિહાર્યસમેત છે. ૩૨
અર્થ:- ગુણસ્થાન ચૌદ કહ્યા છે, તેમાં સયોગકેવળી અર્થાત્ તેરમું ગુણસ્થાન છે. તેમાં યોગની પ્રવૃત્તિ તથા કેવળજ્ઞાન સહિત સયોગકેવળી, “અરિહંત' હોય છે. તેમને ચોત્રીશ અતિશય અને આઠ પ્રાતિહાર્ય હોય છે. આમ ગુણસ્થાન દ્વારા સ્થાપના “અરિહંત' કહેવાય છે.
ભાવાર્થ:- અહીં ચોત્રીશ અતિશય અને આઠ પ્રાતિહાર્ય કહેવાથી સમવસરણમાં વિરાજમાન તથા વિહાર કરતા અરિહંત છે, અને યોગ કહેવાથી વિહારની પ્રવૃત્તિ અને વચનની પ્રવૃત્તિ સિદ્ધ થાય છે. કેવળી કહેવાથી કેવળજ્ઞાન દ્વારા સર્વ તત્ત્વોનું જાણવું સિદ્ધ થાય છે. ચોત્રીશ અતિશય આ પ્રકારે છે-જન્મથી પ્રગટ થવાવાળા દસ-(૧) મળમૂત્રનો અભાવ, (૨) પરસેવાનો અભાવ, (૩) સફેદ લોહી હોવું, (૪) સમચતુરગ્ન સંસ્થાન, (૫) વજવૃષભનારાચ સહનન, (૬) સુંદર રૂપ, (૭) સુગંધી શરીર, (૮) શુભ લક્ષણો હોવાં, (૯) અનંત બળ, (૧૦) મધુર વચન-આ પ્રકારના દસ (અતિશય જન્મથી) હોય છે.
કેવળજ્ઞાન પ્રગટ થતાં દસ અતિશય હોય છે:- (૧) ઉપસર્ગનો અભાવ, (૨) અદયાનો અભાવ (દયા ), (૩) શરીરના પડછાયાનો અભાવ, (૪) ચતુર્મુખથી દર્શન, ( ૫ ) સવે વિધાઓનું સ્વામીત્વ, (૬) નેત્રોના પલકારાનો અભાવ, (૭) સો યોજનમાં દુષ્કાળનો અભાવ, (૮) આકાશગમન, (૯) કવળાહારનો અભાવ, (૧૦) નખ-કેશોના વધવાનો અભાવ-આવાં દશ (અતિશય કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં) હોય છે.
ચૌદ અતિશય દેવકૃત હોય છે:- (૧) સકલાદ્ધમાગધી ભાષા, (૨) સર્વજીવોમાં મૈત્રીભાવ, (૩) સર્વ ઋતુઓના ફળ-ફૂલ ફળવાં, (૪) દર્પણ સમાન ભૂમિ, (૫) કંટક રહિત ભૂમિ, (૬) મંદ-સુગંધી પવન, (૭) સર્વને આનંદ હોય, (૮) ગંધોદક વૃષ્ટિ, (૯) પગની નીચે કમળ રચના, (૧૦) સર્વ ધાન્યની ઉત્પત્તિ, (૧૧) દસે દિશાઓ નિર્મળ હોવી, (૧૨) દેવો દ્વારા આાન શબ્દ, (૧૩) ધર્મચક્રનું આગળ-આગળ ચાલવું, (૧૪) અષ્ટ મંગળ દ્રવ્યોનું આગળ ચાલવું.
અષ્ટ મંગળ દ્રવ્યોનાં નામઃ- (૧) છત્ર, (૨) ધ્વજા, (૩) દર્પણ, (૪) કળશ, (૫) ચામર, (૬) ભંગાર (ઝારી), (૭) તાલ (સ્થાપના) અને (૮) સ્વસ્તિક (સાથિયો) અર્થાત્ સુપ્રતીચ્છક-આવાં આઠ (મંગળ દ્રવ્યો) હોય છે. આ રીતે ચોત્રીશ અતિશયના નામ કહ્યાં.
આઠ પ્રાતિહાર્ય હોય છે, તેમનાં નામ આ પ્રમાણે છે:
(૧) અશોક વૃક્ષ, (૨) પુષ્પ વૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડળ. (૭) દંદુભિ વાજિંત્ર અને (૮) છત્ર. -આમ આઠ (પ્રાતિહાર્ય) હોય છે. આ પ્રમાણે ગુણસ્થાનદ્વારા “અરિહંત'નું સ્થાપન કહ્યું. ૩ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com