________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૦૫
કરવી. માટે જ આત્મતત્ત્વનું વિશ્લેષણ કર્યું કે આત્મતત્ત્વ કેવું છે? –ધર્મ, અર્થ, કામ-આ ત્રિવર્ગનો અભાવ કરે છે. તેની ભાવનાથી ત્રિવર્ગથી ભિન્ન જે ચોથો પુરુષાર્થ મોક્ષ છે તે થાય છે. આ આત્મા જ્ઞાન-દર્શનમયી ચેતનાસ્વરૂપ અનાદિ-અનંત છે, તેની આદિ પણ નથી અને નિધન (નાશ) પણ નથી. “ભાવના' એટલે વારંવાર અભ્યાસ કરવો; ચિંતન કરવું તે છે. તે મન-વચન-કાયાથી પોતે કરે તથા બીજાને કરાવે અને કરવાવાળાને સારૂં માને-એવું ત્રિકરણ શુદ્ધ કરીને ભાવના કરવી. માયા-મિથ્યા-નિદાન શલ્ય ન રાખવા અને ખ્યાતિ, લાભ, પૂજાનો આશય ન રાખવો. આ પ્રકારથી તત્ત્વની ભાવના કરવાથી ભાવ શુદ્ધ થાય છે.
સ્ત્રી આદિ પદાર્થ ઉપર ભેદજ્ઞાનીના વિચાર
આનું ઉદાહરણ આ પ્રકારે છે કે, જ્યારે સ્ત્રી આદિ ઇન્દ્રિય ગોચર થાય (દેખાય) ત્યારે તેના વિષયમાં તત્ત્વવિચાર કરવો કે આ સ્ત્રી છે તે શું છે? જીવ નામના તત્ત્વની પર્યાય છે. તેનું શરીર છે તે તો પુદ્ગલ તત્ત્વની પર્યાય છે. તે હાવ-ભાવ-ચેષ્ટા કરે છે. તેમાં આ જીવને વિકાર થયો તે આસ્રવ તત્ત્વ છે અને બાહ્ય ચેષ્ટા પુદ્ગલની છે આ વિકારથી આ સ્ત્રીના આત્માને કર્મનો બંધ થાય છે. આ વિકાર તેને ન હોય તો આસ્રવ કે બંધ એને ન થાય. કદાચિત્ હું પણ તેને દેખીને વિકારરૂપ પરિણમન કરું તો મને પણ આસ્રવ ને બંધ થાય. તેથી મારે વિકારરૂપ ન થવું તે સંવરતત્ત્વ છે. બની શકે તો કંઈક ઉપદેશ આપીને તેનો વિકાર દૂર કરૂં (એવો વિકલ્પ તે રાગ છે ). તે રાગ પણ કરવા યોગ્ય નથી-સ્વ સન્મુખ જ્ઞાતાપણામાં ધૈર્ય રાખવું યોગ્ય છે. આ પ્રકારે તત્ત્વની ભાવનાથી પોતાના ભાવ અશુદ્ધ થતા નથી. માટે જે દષ્ટિગોચર પદાર્થ હોય તેનામાં આ પ્રમાણે તત્ત્વની ભાવના રાખવી. આ તત્ત્વની ભાવનાનો ઉપદેશ છે. ૧૧૪
હવે કહે છે કે આવા તત્ત્વની ભાવના જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મોક્ષ નથીઃ
जाव ण भावइ तच्चं जाव ण चिंतेइ चिंतणीथाइं। ताव ण पावइ जीवो श्ररमरणविवज्जियं ठाणं ।। ११५ ।।
यावन्न भावयति तत्त्वं यावन्न चिंतयति चिंतनीयानि। तावन्न प्राप्नोति जीव: जरामरणविवर्जितं स्थानम्।। ११५ ।।
ભાવે ન જ્યાં લગી તત્ત્વ, જ્યાં લગી ચિંતનીય ન ચિંતવે, જીવ ત્યાં લગી પામે નહીં જર-મરણવર્જિત સ્થાનને. ૧૧૫
અર્થ - હે મુને! જ્યાં સુધી તે જીવાદિ તત્ત્વોને ભાવતો નથી અને ચિંતન કરવાયોગ્યનું ચિંતન કરતો નથી ત્યાં સુધી જરા અને મરણથી રહિત મોક્ષસ્થાનને પામતો નથી.
૧ ચિંતનીય = ચિંતવવાયોગ્ય. ૨ જર = જરા; ઘડપણ; વૃદ્ધાવસ્થા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com