________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨/૪
(અષ્ટપાહુડ
તું ભાવ પ્રથમ, દ્વિતિય, ત્રીજા, તુર્ય, પંચમ તત્ત્વને, *આદંત રહિત ત્રિવર્ગહર જીવને, ‘ત્રિકરણ વિશુદ્ધિએ. ૧૧૪
અર્થ:- હે મુને! તું પ્રથમ જે જીવતત્ત્વ તેનું ચિંતન કર, બીજું અજીવતત્ત્વનું ચિંતન કર, ત્રીજું આસ્રવ તત્ત્વનું ચિંતન કર, ચોથું બંધતત્ત્વનું ચિંતન કર, પાંચમું સંવરતત્ત્વનું ચિંતન કર અને ત્રિકરણ અર્થાત્ મન, -વચન, કાય, કૃત, -કારિત, -અનુમોદનાથી શુદ્ધ થઈને આત્મસ્વરૂપનું ચિંતન કર, કે જે આત્મા અનાદિ-અનંત છે અને ત્રિવર્ગ અર્થાત્ ધર્મ, અર્થ તથા કામ-તેમને હરવાવાળો છે.
ભાવાર્થ:- પ્રથમ, જીવતત્ત્વની ભાવના સામાન્ય જીવ દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે, તેની ભાવના કરવી. પછી આવો હું છું એ પ્રકારે આત્મતત્ત્વની ભાવના કરવી. બીજું, અજીવ તત્ત્વ છે તે સામાન્ય અચેતન-જડ છે. તે પાંચ ભેદરૂપ-પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, અને કાળ છે તેમનો વિચાર કરવો. પછી ભાવના કરવી કે આ છે તે હું નથી. ત્રીજું, આસ્રવતત્ત્વ છે. તે જીવ-પુદ્ગલનો સંયોગજનિત ભાવ છે, એમાં અનાદિ કર્મસંબંધથી જીવના ભાવ (ભાવ આસ્રવ ) તો રાગ-દ્વેષ-મોહ છે, અને અજીવ પુદ્ગલના ભાવ તો કર્મના ઉદયરૂપ મિથ્યાત્વ, અવિરત, કષાય અને યોગ દ્રવ્યાસ્રવ છે. તેમની ભાવના કરવી કે એ (-અસદ્દભૂત વ્યવહારનયની અપેક્ષાએ) મને થાય છે, (અશુદ્ધ નિશ્ચયનયથી) રાગ-દ્વેષ-મોહ મારા છે, તેમનાથી કર્મોનો બંધ થાય છે અને તેનાથી સંસાર થાય છે. તેથી તેમના કર્તા ન થવું- (સ્વમાં પોતાના જ્ઞાતા રહેવું ).
ચોથું બંધતત્ત્વ છે, તે હું રાગ દ્વેષ મોહરૂપ પરિણમન કરું છું. તે તો મારી ચેતનાનો વિભાવ છે, તેનાથી જે બંધાય છે તે પુદ્ગલ છે. કર્મ પુદ્ગલ છે, કર્મ પુદ્ગલ જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના થઈને બંધાય છે. તે સ્વભાવ-પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશરૂપ-એમ ચાર પ્રકારે બંધાય છે. તે મારા વિભાવ તથા પુદ્ગલ કર્મ-સર્વે હેય છે, સંસારનું કારણ છે મારે રાગ દ્વષ મોહરૂપ થવું નથી.-આ પ્રકારે ભાવના કરવી.
પાંચમું સંવરતત્ત્વ છે. જે રાગ દ્વેષ મોહરૂપ જીવના વિભાવ છે તેનું ન હોવું અને દર્શન-જ્ઞાનરૂપ ચેતનાભાવ સ્થિર થવો તે “સંવર' છે તે પોતાનો ભાવ છે અને તેનાથી જ પુદ્ગલ કર્મ જનિત ભ્રમણ મટે છે.
આ રીતે આ પાંચ તત્ત્વોની ભાવના કરવામાં આત્મતત્ત્વની ભાવના મુખ્ય છે. તેનાથી કર્મની નિર્જરા થઈને મોક્ષ થાય છે. આત્માનો ભાવ અનુક્રમથી શુદ્ધ થવો તે તો નિર્જરાતત્ત્વ થયું અને સર્વ કર્મોનો અભાવ થવો તે મોક્ષતત્ત્વ થયું. આ પ્રકારે સાત તત્ત્વોની ભાવના
૧ તુર્ય = ચતુર્થ. ૨ આધંતરહિત = અનાદિ-અનંત. ૩ ત્રિવર્ગહર = ધર્મ-અર્થ-કામનો નાશ કરનાર અર્થાત્ અપવર્ગને-મોક્ષને-ઉત્પન્ન કરનાર. ૪ ત્રિકરણવિશુદ્ધિએ = ત્રણ કરણની શુદ્ધિપૂર્વક; શુદ્ધ મનવચન-કાયાથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com