________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮
(અષ્ટપાહુડ
દેખાય છે. ભાંડ પણ નાચે ત્યારે શ્રૃંગારાદિક કરીને નાચે તો શોભા પામે, નગ્ન થઈને નાચે ત્યારે હાસ્યને પામે, એવી જ રીતે કેવળ દ્રવ્યનગ્ન હાસ્યનું સ્થાન છે. ૭૧
- હવે આ જ અર્થના સમર્થનરૂપ કહે છે કે દ્રવ્યલિંગી જેવી બોધિ-સમાધિ જિનમાર્ગમાં કહી છે તેવી પામતો નથી:
जे रायसंगजुत्ता जिणभावणरहियदव्वणिग्गंथा। ण लहंति ते समाहिं बोहिं जिणसासणे विमले।।७२।। ये रागसंगयुक्ताः जिनभावनारहितद्रव्यनिग्रंथाः। न लभंते ते समाधिं बोधिं जिनशासने विमले।। ७२।।
જે રાગયુત જિનભાવનાવિરહિત-દરવનિગ્રંથ છે, પામે ન બોધિ-સમાધિને તે વિમળ જિનશાસન વિષે. ૭૨
અર્થ:- જે મુનિ રાગ અર્થાત્ અંતરમાં પરદ્રવ્યથી પ્રીતિ તે થયો સંગ અર્થાત્ પરિગ્રહ તેનાથી યુક્ત છે અને જિનભાવના અર્થાત્ શુદ્ધ સ્વરૂપની ભાવનાથી રહિત છે તે દ્રવ્યનિગ્રંથ છે, તો પણ નિર્મળ જિનશાસનમાં સમાધિ અર્થાત્ ધર્મશુકલ ધ્યાન અને બોધિ અર્થાત્ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગને પામતો નથી.
ભાવાર્થ:- દ્રવ્યલિંગી અંતરનો રાગ છોડતો નથી અને પરમાત્માનું ધ્યાન કરતો નથી તો મોક્ષમાર્ગ કેવી રીતે પામે? તથા કેવી રીતે સમાધિમરણ પામે?
હવે કહે છે કે પહેલાં મિથ્યાત્વ આદિક દોષો ત્યજીને ભાવથી નગ્ન થાય, પછી દ્રવ્યમુનિ બને–આ માર્ગ છે:
भावेण होइ णग्गो मिच्छत्ताई य दोस चइऊणं। पच्छा दव्वेण मुणी पयडदि लिंगं जिणाणाए।। ७३ ।।
भावेन भवति नग्नः मिथ्यात्वादीन् च दोषान् त्यक्त्वा। पश्चात् द्रव्येणमुनिः प्रकट्यति लिंगं जिनाज्ञया।।७३।।
મિથ્યાત્વ આદિક દોષ છોડી નગ્ન ભાવ થકી બને, પછી દ્રવ્યથી મુનિલિંગ ધારે જીવ જિન-આજ્ઞા વડે. ૭૩
અર્થ - પહેલાં મિથ્યાત્વ આદિ દોષો છોડે અને ભાવથી અંતરંગ નગ્ન થાય; એકરૂપ શુદ્ધ આત્માનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ કરે પછી મુનિ જિનઆજ્ઞાથી દ્રવ્યથી બાહ્યલિંગ પ્રગટ કરે. -આ માર્ગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com