________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૫૧
વસ્તુ સ્વરૂપ જાણ્યા વિના “દહે સ્વ-અધ્યવસાયથી અજ્ઞાની જનને મોહ ફાલે પુત્રદારાદિક મહીં. ૧૦
અર્થ:- આ પ્રકારે દેહમાં સ્વ-પરના અધ્યવસાયથી (નિશ્ચય દ્વારા) મનુષ્યોમાં પુત્રપત્ની આદિક જીવોમાં-મોહની પ્રવૃત્તિ કરે છે. કેવા છે મનુષ્ય?-જેમણે પદાર્થનું સ્વરૂપ ( અર્થાત આત્મા) જાણ્યું નથી એવા છે.
બીજો અર્થ:- (આ પ્રકારે દેહમાં સ્વ-પરના અધ્યવસાય (નિશ્ચય) દ્વારા જે મનુષ્યોએ પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી તેમને પુત્ર-પત્ની આદિક જીવોમાં મોહની પ્રવૃત્તિ હોય છે ભાષા પરિવર્તનકારે આ અર્થ લખ્યો છે.)
ભાવાર્થ:- જે મનુષ્યોએ જીવ-અજીવ પદાર્થોનું સ્વરૂપ યથાર્થ જાણ્યું નથી તેમને દેહમાં સ્વ-પર અધ્યવસાય છે. પોતાના દેહને જ પોતાનો આત્મા જાણે છે અને પરના દેહને પરનો આત્મા જાણે છે. તેમને પુત્ર-સ્ત્રી આદિ કુટુંબીઓમાં મોહ (મમત્વ) થાય છે. જ્યારે તે જીવઅજીવના સ્વરૂપને જાણે ત્યારે દેહને અજીવ માને, આત્માને અમૂર્તિક ચૈતન્ય જાણે પોતાના આત્માને પોતાનો માને અને પરના આત્માને પર જાણે, ત્યારે પરમાં મમત્વ થતું નથી. તેથી જીવાદિક પદાર્થોનું સ્વરૂપ સારી રીતે જાણીને મોહ કરવો નહિ એમ બતાવ્યું છે. ૧૦
હવે કહે છે કે મોહકર્મના ઉદયથી (ઉદયમાં જોડાવાથી) મિથ્યા જ્ઞાન અને મિથ્યા ભાવ થાય છે. તેનાથી આગામી ભવમાં પણ આ મનુષ્ય દેહને ઇચ્છે છે –
मिच्छाणाणेसु रओ मिच्छाभावेण भाविओ सतो। मोहोदएण पुणरवि अंगं सं मण्णए मणुओ।। ११ ।। मिथ्याज्ञानेषु रतः मिथ्या भावेन भावितः सन्। मोहोदयेन पुनरपि अंगं मन्यते मनुजः।।११।।
રહી લીન મિથ્યાજ્ઞાનમાં, મિથ્યાત્વભાવે પરિણમી, તે દેહ માને “હું” પણે ફરીનેય મોહોદય થકી. ૧૧
અર્થ- આ મનુષ્ય મોહકર્મના ઉદયથી ( ઉદયને વશ થઈને) મિથ્યાજ્ઞાન દ્વારા મિથ્યાભાવને ભાવીને ફરી આગામી જન્મમાં આ અંગ (દેહ) ને સારું સમજીને ઇચ્છે છે.
૧ દેહે સ્વ-અધ્યવસાયથી = “દેહ તેજ આત્મા છે' એવા મિથ્યા અભિપ્રાયથી. ૨ ફરીનેય = આગામી ભવમાં પણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com