________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૬૩
सव्वासवणिरोहेण कम्मं खवदि संचिदं। जोयत्थो जाणए जोई जिणदेवेण भासियं ।।३०।।
सर्वास्रवनिरोधेन कर्म क्षपयति संचितम्। योगस्थ: जानाति योगी जिनदेवेन भाषितम्।।३०।।
આસવ સમસ્ત નિરોધીને ક્ષય પૂર્વકર્મ તણો કરે, જ્ઞાતા જ બસ રહી જાય છે યોગસ્થ યોગી;જિન કહે. ૩૦
અર્થ:- યોગસ્થ એટલે ધ્યાનમાં સ્થિર થયેલ યોગી મુનિ સર્વ કર્મના આસ્રવનો નિરોધ કરીને, સંવરયુક્ત થઈને પૂર્વે બાંધેલા કર્મો જે સંચયરૂપ છે તેમનો ક્ષય કરે છે. આ પ્રકારે જિનદેવે કહ્યું છે તે જાણો.
ભાવાર્થ- ધ્યાનથી કર્મનો આસ્રવ રોકાય છે. તેથી આગામી બંધ થતો નથી અને પૂર્વે સંચિત કરેલા કર્મોની નિર્જરા થાય છે. ત્યારે કેવળજ્ઞાન પ્રગટાવી સમસ્ત લોકાલોકના જ્ઞાતાદેખા સર્વજ્ઞ-સર્વદર્શી પરમાત્મા બને છે. આ આત્માના ધ્યાનનું માહાભ્ય છે. ૩૦
હવે કહે છે કે જે વ્યવહારમાં તત્પર છે તેને આ ધ્યાન હોતું નથી -
जो सुत्तो व्यवहारे सो जोई जग्गए सकज्जम्मि। जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणो कज्जे।। ३१ ।।
यः सुप्तः व्यवहारे सः योगी जागर्ति स्वकार्ये। य: जागर्ति व्यवहारे स: सुप्तः आत्मनः कार्ये।। ३१ ।।
યોગી સૂતા વ્યવહારમાં તે જાગતા નિજકાર્યમાં; જે જાગતા વ્યવહારમાં તે સુખ આતમકાર્યમાં. ૩૧
અર્થ:- જે યોગી ધ્યાનમુનિ વ્યવહારમાં સૂતા છે, તે પોતાના સ્વરૂપના કાર્યમાં જાગે છે અને જે વ્યવહારમાં જાગે છે તે પોતાના આત્માના કાર્યમાં સૂતા છે.
ભાવાર્થ- મુનિને સંસારી વ્યવહાર તો કંઈ છે નહીં અને જો કાંઈ હોય તો મુનિ કેવા? તે તો પાખંડી છે. ધર્મનો વ્યવહાર-સંઘમાં રહેવું, મહાવ્રતાદિ પાળવા આવા વ્યવહારમાં પણ તત્પર હોતા નથી. સર્વે પ્રવૃત્તિઓની નિવૃત્તિ કરીને ધ્યાન કરે છે તે વ્યવહારમાં સૂતા છે એમ કહેવાય છે. અને પોતાના આત્મસ્વરૂપમાં લીન થઈને દેખે છે. –જાણે છે તે પોતાના આત્મકાર્યમાં જાગતા-સાવધાન છે. પરંતુ જેઓ વ્યવહારમાં તત્પર છે, -સાવધાન છે, -સ્વરૂપની દષ્ટિ નથી તે વ્યવહારમાં જાગે છે એમ કહેવાય છે. ૩૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com