________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૪
(અષ્ટપાહુડી
હવે એમ કહે છે કે યોગી પૂર્વોક્ત કથનને જાણીને વ્યવહારને છોડી આત્મકાર્ય કરે છે:
इय जाणिऊण जोई ववहारं चयइ सव्वहा सव्वं । झायइ परमप्पाणं जह भणियं जिणवरिंदेहिं।। ३२ ।।
इति ज्ञात्वा योगी व्यवहारं त्यजति सर्वथा सर्वम्। ध्यायति परमात्मानं यथा भणितं जिनवरेन्द्रैः।। ३२।।
ઈમ જાણી યોગી સર્વથા છોડે સકળ વ્યવહારને, પરમાત્માને ધ્યાને યથા ઉપદિષ્ટ જિનદેવો વડે. ૩૨
અર્થ:- આ પ્રકારે પૂર્વોક્ત કથનને જાણી યોગી–ધ્યાની મુનિ છે તે સર્વ વ્યવહારને સર્વ પ્રકારથી છોડી દે છે; અને પરમાત્માનું ધ્યાન કરે છે-જેવું જિનવરેન્દ્ર તીર્થકર સર્વશદેવે કહ્યું છે તેવું જ પરમાત્માનું ધ્યાન કરે છે.
ભાવાર્થ- સર્વથા સર્વ વ્યવહારને છોડવાનું કહ્યું, તેનો આશય આ પ્રકારે છે કેલોકવ્યવહાર તથા ધર્મવ્યવહાર બધું જ છોડે ત્યારે ધ્યાન થાય છે. તેથી જેમ જિનદેવે કહ્યું છે તેવી રીતે પરમાત્માનું ધ્યાન કરવું. અન્યમતી પરમાત્માનું સ્વરૂપ અનેક પ્રકારથી અન્યથા કહે છે ને તેના ધ્યાનનો પણ જુદી જુદી રીતે ઉપદેશ કરે છે તેનો નિષેધ કર્યો છે. જિનદેવે પરમાત્માનું તથા ધ્યાનનું સ્વરૂપ કહ્યું છે તે સત્યાર્થ છે. પ્રમાણભૂત છે. તેવું જ જે યોગીશ્વર કરે છે તે જ નિર્વાણની પ્રાપ્તિ કરે છે. ૩૨
હવે જિનદેવે જેવી ધ્યાન-અધ્યયનની પ્રવૃત્તિ કહી છે તેવો જ ઉપદેશ કરે છે:
पंचमहव्वयजुत्तो पंचसु समिदीसु तीसु गुत्तीसु। रयणत्तयसंजुत्तो झाणज्झयणं सया कुणह।।३३।।
पंचमहाव्रतयुक्त: पंचसु समितिषु तिसृषु गुप्तिषु। रत्नत्रयसंयुक्त: ध्यानाध्ययनं सदा कुरु।।३३।। તું પંચસમિત ત્રિગુપ્ત ને સંયુક્ત પંચમહાવ્રતે, ‘રત્નત્રયી સંયુતપણે કર નિત્ય *ધ્યાનાધ્યયનને. ૩૩
૧ પંચસમિત = પાંચ સમિતિથી યુક્ત (વર્તતો થકો ). ૨ ત્રિગુપ્ત = ત્રણ ગુપ્તિ સહિત (વર્તતો થકો ). ૩ રત્નત્રયીસંયુતપણે = રત્નત્રય સંયુક્તપણે. ૪ ધ્યાનાધ્યયન = ધ્યાન તથા અધ્યયન; ધ્યાન તથા શાસ્ત્રાભ્યાસ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com