________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
(અષ્ટપાહુડ
તે નગ્ન પામે દુઃખને, તે નગ્ન ચિર ભવમાં ભમે, તે નગ્ન બોધિ લહે નહીં, જિનભાવના નહિ જેહને. ૬૮
અર્થ:- નગ્ન સદા દુઃખ પામે છે, નગ્ન સદા સંસારસમુદ્રમાં ભ્રમણ કરે છે અને નગ્ન બોધિ અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્રરૂપ સ્વાનુભવ પામતો નથી. કેવો છે તે નગ્ન? જિનભાવનાથી રહિત છે.
ભાવાર્થ - “જિનભાવના” –જે સમ્યગ્દર્શન-ભાવના તેનાથી રહિત જે જીવ છે તે નગ્ન રહે તો પણ બોધિ-જે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગ છે તેને પામતો નથી. તેથી સંસાર-સમુદ્રમાં ભ્રમણ કરતો રહીને સંસારમાં દુઃખ જ પામે છે તથા વર્તમાનમાં પણ જે પુરુષ નગ્ન રહે છે તે દુ:ખ જ પામે છે. સુખ તો ભાવમુનિ નગ્ન હોય તે જ પામે છે. ૬૮
હવે આ જ અર્થને દઢ કરવા માટે કહે છે કે જે દ્રવ્યનગ્ન થઈને મુનિ કહેવડાવે તે અપયશ પામે છે:
अयसाण भायणेण य किं ते णग्गेण पावमलिणेण। पेसुण्णहासमच्छरमायाबहुलेण सवणेण।। ६९।।
अयशसां भाजनेन च किं ते नग्नेन पापमलिनेन। पैशून्यहास मत्सरमायाबहुलेन श्रमणेन।। ६९ ।।
શું સાધ્ય તારે અયશભાજન પાપયુત નગ્નત્વથી, –બહુ હાસ્ય-મત્સર-પિશુનતા-માયાભર્યા શ્રમણત્વથી ? ૬૯
અર્થ - હે મુને ! તારે આવા નમ્રપણાથી તથા મુનિપણાથી શું સાધ્ય છે? તે કેવા છે? પૈશૂન્ય' અર્થાત્ બીજાના દોષ કહેવાનો સ્વભાવ, “હાસ્ય' અર્થાત્ બીજાની હાંસી મજાક કરવી, મત્સર” અર્થાત્ પોતાની બરાબરવાળાથી ઈર્ષા રાખીને બીજાઓને હુલકા દેખાડવાની બુદ્ધિ, “માયા” અર્થાત કટિલ પરિણામ-એ ભાવો તેમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેથી પાપથી મલિન છે અને અયશ અર્થાત્ અપકીર્તિના ભાજન છે.
ભાવાર્થ- પૈશૂન્ય આદિ પાપોથી મલિન એવા નગ્ન-સ્વરૂપ મુનિપણાથી શું સાધ્ય છે? ઉલટું અપકીર્તિ પામીને વ્યવહારધર્મની હાંસી કરાવવાવાળા થાય છે. માટે ભાવલિંગી બનવું યોગ્ય છે. –આ ઉપદેશ છે. ૬૯
હવે આ પ્રકારે ભાવલિંગી બનવાનો ઉપદેશ કરે છે -
Please inform us of any errors on rajesh@AtmaDharma.com