________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૭૫
ભાવાર્થ- મોક્ષમાર્ગમાં એકદેશ, સર્વદશ વ્રતોની પ્રવૃત્તિરૂપ શ્રાવકપણું અને મુનિપણું છે. તે બન્નેનાં કારણભૂત નિશ્ચય સમ્યગ્દર્શનાદિક ભાવ છે. ભાવ વિના વ્રતક્રિયાની કથની કંઈ કાર્યકારી નથી. તેથી એવો ઉપદેશ છે કે ભાવ વિના વાંચવા-સાંભળવા આદિથી શું થાય? કેવળ ખેદમાત્ર છે. માટે ભાવહિત જે કરે તે સફળ છે. અહીં એવો આશય છે કે કોઈ જાણે કેવાંચવું-સાંભળવું જ જ્ઞાન છે તો એ પ્રકારે નથી. વાંચીને અને સાંભળીને પોતાને જ્ઞાનસ્વરૂપ જાણીને અનુભવ કરે ત્યારે ભાવ જાણી શકાય છે. એટલે વારંવાર ભાવનાથી ભાવ લગાડવાથી જ સિદ્ધિ છે. ૬૬
હવે કહે છે કે જો બાહ્ય નગ્નપણાથી સિદ્ધિ થતી હોય તો નગ્ન તો બધા જ હોય છે:
दव्वेण सयल णग्गा णारयतिरिया य सयलसंघाया। परिणामेण असुद्धा ण भावसवणत्तणं पत्ता।।६७।।
द्रव्येण सकला नग्ना: नारकतिर्यंचश्च सकलसंघाताः। परिणामेन अशुद्धा: न भावश्रमणत्वं प्राप्ताः।। ६७।।
છે નગ્ન તો તિર્યંચ-નારક સર્વ જીવો દ્રવ્યથી; પરિણામ છે નહિ શુદ્ધ જ્યાં ત્યાં ભાવશ્રમણપણું નથી. ૬૭
અર્થ- દ્રવ્યથી બાહ્યમાં તો બધા પ્રાણી નગ્ન હોય છે. નારકી જીવ અને તિર્યંચ જીવ તો નિરતર વસ્ત્રાદિથી રહિત નગ્ન જ રહે છે. “સકલસંધાતું” કહેવાથી અન્ય મનુષ્ય આદિ પણ કારણ પામીને નગ્ન થાય છે તો પણ પરિણામોથી અશુદ્ધ છે. તેથી ભાવશ્રમણપણાને પ્રાપ્ત થતાં નથી.
ભાવાર્થ- જો નગ્ન રહેવાથી જ મુનિલિંગ હોય તો નારકી અને તિર્યંચ આદિ સર્વ જીવસમૂહ નગ્ન રહે છે તે બધા મુનિ ઠર્યા. તેથી મુનિપણું તો ભાવ શુદ્ધ થયા પછી જ હોય છે. અશુદ્ધભાવ હોય ત્યારે દ્રવ્યથી નગ્ન પણ હોય તો ભાવમુનિપણું પામતા નથી. ૬૭
હવે આ જ અર્થને દઢ કરવા માટે કેવળ નગ્નપણાની નિષ્ફળતા દેખાડે છે:
णग्गो पावइ दुक्खं णग्गो संसारसायरे भमइ। णग्गो ण लभते बोहिं जिणभावणवज्जिओ सूदूरं।। ६८।।
नग्नः प्राप्नोति दुःखं नग्नः संसारसागरे भ्रमति। नग्नः न लभते बोधिं जिनभावनावर्जितः सुचिरं।। ६८।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com