________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨
(અષ્ટપાહુડ
છે. કેટલાક જ્ઞાનને નિષ્ફળ માનીને તેને યથાર્થ જાણતા નથી, એને તપ-કલેશ આદિકથી સિદ્ધિ માનીને તપ કરવામાં તત્પર રહે છે. આચાર્ય કહે છે કે આ બન્ને અજ્ઞાની જ છે. જે જ્ઞાન સહિત તપ કરે છે તે જ્ઞાની છે, તે જ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ અનેકાંત સ્વરૂપ જિનમતનો ઉપદેશ છે.
પ૯
હવે આ જ અર્થને ઉદાહરણથી દઢ કરે છે:
धुवसिद्धी तित्थयरो चउणाणजुद्दो करेइ तवचरणं। णाऊण धुवं कुज्जा तवचरणं णाणजुत्तो वि।।६०।।
ध्रुवसिद्धिस्तीर्थंकरः चतुर्ज्ञानयुतः करोति तपश्चरणम्।
ज्ञात्वाध्रुवं कुर्यात् तपश्चरणं ज्ञानयुक्तः अपि।।६०।।
ધ્રુવસિદ્ધિ શ્રી તીર્થેશ જ્ઞાનચતુષ્કયુત તપને કરે, એ જાણી નિશ્ચિત જ્ઞાનયુત જીવેય તપ કર્તવ્ય છે. ૬૦
અર્થ:- આચાર્ય કહે છે કે-જુઓ, જેને નિયમથી મોક્ષ થવાનો છે અને જે ચાર જ્ઞાનમતિ, શ્રુત, અવધિ અને મન:પર્યય એનાથી યુક્ત છે એવા તીર્થંકર પણ તપશ્ચરણ કરે છે. આ પ્રકારે નિશ્ચયથી જાણીને જ્ઞાનયુક્ત હોવા છતાં પણ તપ કરવું યોગ્ય છે. (તપ = મુનિ; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને તપ કહ્યું છે.)
| ભાવાર્થ- તીર્થકર મતિ-શ્રુત-અવધિ-આ ત્રણ જ્ઞાન સહિત તો જન્મ લે છે અને દીક્ષા લેતાં જ મન:પર્યય જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. એમને મોક્ષ નિયમથી હોય છે, તો પણ તપ કરે છે. તેથી એવું જાણીને જ્ઞાન હોવા છતાં પણ તપ કરવામાં તત્પર રહેવું. જ્ઞાનમાત્રથી જ મુક્તિ માનવી નહિ. ૬)
હવે જે બાહ્યલિંગ સહિત છે અને અત્યંતર લિંગ રહિત છે તે સ્વરૂપ આચરણ ચારિત્રથી ભ્રષ્ટ થઈ મોક્ષમાર્ગનો વિનાશ કરવાવાળા છે. આ પ્રકારે સામાન્યરૂપથી કહે છે:
बहिरलिंगेण जुहो अब्भंतरलिंग रहिय परियम्मो। सो सगचरित्त भट्ठो मोक्खपहविपासगो साहु।।६१।।
૧ ધ્રુવસિદ્ધિ = જેમની સિદ્ધિ (તે જ ભવે) નિશ્ચિત છે એવા. ૨ જ્ઞાનચતુષ્કયુત = ચાર જ્ઞાન સહિત. ૩ નિશ્ચિત = નક્કી; અવશ્ય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com