________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૨૮૧
છે અજ્ઞ, જેહુ અચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે;
જે ચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે, તે જ્ઞાની છે. ૫૮ અર્થ - જે અચેતનમાં ચેતન માને છે તે અજ્ઞાની છે અને ચેતનમાંજ ચેતન માને છે તેને જ્ઞાની કહે છે.
ભાવાર્થ- સાંખ્યમતી એમ કહે છે કે પુરુષ તો ઉદાસીન ચેતનાસ્વરૂપ નિત્ય છે અને આ જ્ઞાન છે તે મુખ્ય ધર્મ છે. તેમના મતમાં પુરુષને ઉદાસીન ચેતનાસ્વરૂપ માન્યો છે, તેથી જ્ઞાન વિના તો તે જડ જ થયો. જ્ઞાન વિના ચેતન કેવી રીતે હોય? જ્ઞાનને મુખ્ય ધર્મ માને છે અને મુખ્યને જડ માન્યો ત્યારે અચેતનમાં ચેતના માની ત્યારે અજ્ઞાની જ થયો.
નૈયાયિક, વૈશેષિક મતવાળા ગુણ-ગુણીનો સર્વથા ભેદ માને છે. ત્યારે તેમણે ચેતના ગુણને જીવથી ભિન્ન માન્યો ને તેથી જીવ તો અચેતન જ રહ્યો. આ પ્રકારે અચેતનમાં ચેતનપણું માન્યું. ભૂતવાદી ચાર્વાક-ભૂત, પૃથ્વી આદિકથી ચેતનતાની ઉત્પત્તિ માને છે. ભૂત તો જડ છે, તેમાં ચેતનતા કેવી રીતે ઊપજે? ઇત્યાદિક અન્ય પણ કેટલાય માને છે તે બધા અજ્ઞાની છે. માટે ચેતનમાં જ ચેતન માને તે જ્ઞાની છે. આ જિનમત છે. ૫૮
હવે કહે છે કે તપ રહિત જ્ઞાન અને જ્ઞાન રહિત તપ-એ બન્ને જ અકાર્ય છે; બન્નેના સંયુક્ત થવાથી જ નિર્વાણ છે:
तवरहियं जं णाणं णाणविजुत्तो तवो वि अकयत्थो। तम्हा णाणतवेणं संजुत्तो लहइ णिव्वाणं ।। ५९ ।। तपोरहितं यत् ज्ञानं ज्ञानवियुक्तं तपः अपि अकृतार्थम्। तस्मात् ज्ञानतपसा संयुक्त: लभते निर्वाणम्।।५।। તપથી રહિત જે જ્ઞાન, જ્ઞાનવિહીન ત૫ અકૃતાર્થ છે, તે કારણે જીવ જ્ઞાનતપસંયુક્ત શિવપદને લહે. ૫૯
અર્થ - જે જ્ઞાન તપરહિત છે અને જે તપ છે તે પણ જ્ઞાનરહિત છે તો બન્ને જ અસફળ છે. માટે જ્ઞાન-તપ સંયુક્ત હોય તો જ નિર્વાણને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- અન્યમતી સાંખ્ય આદિક જ્ઞાનચર્ચા તો ઘણી કરે છે અને કહે છે કે જ્ઞાનથી જ મુક્તિ છે અને તપ કરતાં નથી. વિષય-કષાયોને મુખ્ય ધર્મ માની સ્વચ્છેદે પ્રવર્તે
૧ અજ્ઞ = અજ્ઞાની. ૨ ચેતક = ચેતનાર; ચયિતા; આત્મા. ૩ અકૃતાર્થ = પ્રયોજન સિદ્ધ ન કરે
એવું; અસફળ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com