________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૦૯
અર્થ:- શીલ અઢાર હજાર ભેદરૂપ છે અને ઉત્તર ગુણ ચોરાસી લાખ છે. આચાર્ય કહે છે કે હું મુને ! અનેક જૂઠા પ્રલાપરૂપ નિરર્થક વચનોથી શું? આ સર્વે શીલ અને ઉત્તરગુણોને તું નિરંતર ભાવ, તેમની ભાવના, ચિંતન, અભ્યાસ નિરંતર રાખ, જેવી રીતે તેની પ્રાપ્તિ થાય તેમ જ કર.
ભાવાર્થ:- આત્મા-જીવ નામની વસ્તુ અનંત ધર્મસ્વરૂપ છે, સંક્ષેપથી તેની બે પરિણતિ છે, એક સ્વાભાવિક અને બીજી વિભાવરૂપ. તેમાં સ્વાભાવિક તો શુદ્ધ દર્શનશાનમયી ચેતના પરિણામ છે અને વિભાવ પરિણામ કર્મના નિમિત્તથી છે. તેઓ પ્રધાનરૂપથી તો મોહ કર્મના નિમિત્તથી થાય છે. સંક્ષેપથી મિથ્યાત્વ-રાગ દ્વેષ છે, તેમના વિસ્તારથી અનેક ભેદ છે. અન્ય કર્મોના ઉદયથી વિભાવ ભાવ થાય છે તેમાં પૌરૂષ પ્રધાન નથી, તેથી ઉપદેશ અપેક્ષાએ તે ગૌણ છે આ પ્રકારે શીલ અને ઉત્તર ગુણ સ્વભાવ-વિભાવ પરિણતિના ભેદથી ભેદરૂપ કરીને કહ્યા છે.
શીલની પ્રરૂપણા બે પ્રકારની છે - એક તો સ્વદ્રવ્ય-પદ્રવ્યના વિભાગની અપેક્ષાએ છે અને બીજી સ્ત્રીના સંસર્ગની અપેક્ષાએ છે. પરદ્રવ્યનો સંસર્ગ મન વચન અને કાયાથી અને કૃત, કારિત, અનુમોદનાથી ન કરવો. તેમને પરસ્પર ગુણવાથી નવ ભેદ થાય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્ર–એ ચાર સંજ્ઞા છે, તેનાથી પરદ્રવ્યનો સંસર્ગ થાય છે તેનું ન હોવું, આવા નવ ભેદોને ચાર સંજ્ઞાઓથી ગુણવાથી છત્રીસ થાય છે. પાંચ ઇન્દ્રિયોના નિમિત્તથી વિષયોનો સંસર્ગ થાય છે, તેમની પ્રવૃત્તિના અભાવરૂપ પાંચ ઇન્દ્રિયોથી છત્રીસને ગુણવાથી એકસો એંસી થાય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, પ્રત્યક, સાધારણ એ તો એકેન્દ્રિય અને બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિય-આવા દશ ભેદ રૂપ જીવોના સંસર્ગ, એમની હિંસારૂપ પ્રવર્તનાથી પરિણામ વિભાવરૂપ થાય છે તે કરવું નહિ. આવા એકસો એંસી ભેદોને દસથી ગુણવાથી અઢારસો થાય છે. ક્રોધાદિક કષાય અને અસંયમ પરિણામથી પરદ્રવ્ય સંબંધી વિભાવ પરિણામ થાય છે. તેમના અભાવરૂપ દશ લક્ષણ ધર્મ છે તેનાથી ગુણાકાર કરવાથી અઢાર હજાર થાય છે. આવા પરદ્રવ્યના સંસર્ગરૂપ કુશીલના અભાવરૂપ શીલના અઢાર હજાર ભેદ છે. તેમને પાળવાથી પરમ બ્રહ્મચર્ય થાય છે બ્રહ્મ (આત્મા) માં પ્રવર્તવું અને રમવું તેને બ્રહ્મચર્ય કહે છે.
સ્ત્રીના સંસર્ગની અપેક્ષાએ આ પ્રકાર છે :- સ્ત્રી બે પ્રકારની છે. અચેતન સ્ત્રી-કાષ્ઠ, પાષાણ, લેપ (ચિત્રકામ ) એ ત્રણ, એમનો મન અને કાયથી એમ બે પ્રકારથી સંસર્ગ થાય છે. અહીં વચન નથી એથી બેથી ગુણવાથી જ થાય છે. કૃત, કારિત, અનુમોદનાથી ગુણવાથી અઢાર થાય છે. પાંચ ઇન્દ્રિયોથી ગુણવાથી નેવું થાય છે. દ્રવ્ય અને ભાવથી ગુણવાથી એકસો એસી થાય છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોથી ગુણવાથી સાતસો વીસ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com