________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૦૭
આવે છે તે આ પ્રકારના ભાવોથી આ જીવ જિનવચનથી પરાડમુખ થાય છે ને તે અશુભ કર્મ બાંધે છે, તે પાપ જ બાંધે છે.
ભાવાર્થ:- “મિથ્યાત્વભાવ” –તત્ત્વાર્થની શ્રદ્ધા રહિત પરિણામ છે. “કષાય – ક્રોધાદિક છે. “અસંયમ -પરદ્રવ્યના ગ્રહણરૂપ છે, ત્યાગરૂપ ભાવ નથી. આ પ્રકારે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે પ્રીતિ અને જીવોની વિરાધના સહિત ભાવ છે. “યોગ’ મન-વચન-કાયાના નિમિત્તથી આત્મપ્રદેશોનું પરિસ્પંદન છે. આ ભાવો જ્યારે તીવ્ર કષાય સહિત કૃષ્ણ, નીલ, અને કાપોત એ અશુભ લેશ્યારૂપ હોય ત્યારે આ જીવને પાપકર્મનો બંધ થાય છે. પાપ બંધ કરવાવાળો જીવ કેવો છે? તેને જિનવચનોમાં શ્રદ્ધા નથી. આ વિશેષણનો આશય એ છે કે અન્યમતના શ્રદ્ધાનીને જો કદાચિત્ શુભલેશ્યાના નિમિત્તથી પુણ્યનો પણ બંધ હોય તો તેને પાપમાં જ ગણે છે. જે જિનઆજ્ઞામાં પ્રવર્તે છે તેને કદાચિત્ પાપ પણ બંધાય તો તે પુષ્યજીવોની જ પંક્તિમાં ગણાય છે. મિથ્યાષ્ટિને પાપી જીવોમાં માન્યા છે અને સમ્યગ્દષ્ટિને પુણ્યવાન જીવોમાં માન્યા છે. આ પ્રકારે પાપ બંધનું કારણ કહ્યું. ૧૧૭
હવે આનાથી ઉલટા જીવ છે તે પુણ્ય બાંધે છે એમ કહે છે:
तव्विवरीओ बंधइ सुहकम्मं भावसुद्धिभावण्णो। दुविहपयारं बंधइ संखेपेणेव वज्जरियं ।। ११८ ।।
तद्विपरीतः बध्नाति शुभकर्म भावशुद्धिमापन्नः। द्विविधप्रकारं बध्नाति संक्षेपेणैव कथितम्।। ११८ ।।
વિપરીત તેથી ભાવશુદ્ધિપ્રાપ્ત બાંધે શુભને; -એ રીતે બાંધે અશુભ-શુભ; સંક્ષેપથી જ કહેલ છે. ૧૧૮
અર્થ:- તે પૂર્વોક્ત જિનવચનના શ્રદ્ધાની મિથ્યાત્વ રહિત સમ્યગ્દષ્ટિ જીવ શુભકર્મ બાંધે છે કે જેણે ભાવોમાં વિશુદ્ધિ પ્રાપ્ત કરી છે. આમ બન્ને પ્રકારના જીવ શુભાશુભ કર્મ બાંધે છે. આ સંક્ષેપથી જિનભગવાને કહ્યું છે.
ભાવાર્થપહેલાં કહ્યું હતું કે જિનવચનથી વિમુખ મિથ્યાત્વ સહિત જીવ છે તેનાથી વિપરીત જિન આજ્ઞાના શ્રદ્ધાની સમ્યગ્દષ્ટિ જીવ વિશુદ્ધ ભાવને પ્રાપ્ત કરીને શુભકર્મ બાંધે છે કેમકે તેના સમ્યકત્વના માહાભ્યથી એવો ઉજ્વલ ભાવ છે કે જેનાથી મિથ્યાત્વની સાથે બંધાવાવાળી પાપપ્રકૃતિઓનો અભાવ છે. કદાચિત્ કંઈ પાપપ્રકૃતિ બંધાઈ હોય તો તેનો અનુભાગ મંદ થાય છે થોડા તીવ્ર પાપફળનું દાતા બનતું નથી. તેથી સમ્યગ્દષ્ટિ શુભ કર્મનેજ બાંધવાવાળા છે. આ પ્રકારે શુભ-અશુભ કર્મના બંધનું વિધાન સંક્ષેપથી સર્વજ્ઞદેવે કહ્યું છે, તે જાણવું જોઈએ. ૧૧૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com