________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૭૩
પર્યાય થાય છે. તેનો કદાચિત્ અભાવ જોઈને જીવનો સર્વથા અભાવ માને છે. તેને સમ્બોધન કરવા માટે એવું કહ્યું છે કે જીવનો દ્રવ્યદીષ્ટથી નિત્ય સ્વભાવ છે. જેઓ પર્યાયનો અભાવ થવાથી જીવનો સર્વથા અભાવ માનતા નથી તે દેહથી ભિન્ન થઈને સિદ્ધ-પરમાત્મા થાય છે તે સિદ્ધ વચનગોચર નથી. જે દેહને નાશ પામેલો દેખીને જીવનો સર્વથા નાશ માને છે તે મિથ્યાષ્ટિ છે. તે સિદ્ધ પરમાત્મા કેવી રીતે બની શકે ? અર્થાત્ સિદ્ધ પરમાત્મા થતા નથી. ૬૩
હવે કહે છે કે જીવનું જે સ્વરૂપ વચન અગોચર છે અને અનુભવગમ્ય છે તે આ પ્રકારે
अरसमरुवमगंधं अव्वत्तं चेदणागुणमसई। जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ।। ६४।।
अरसमरूपमगंधं अव्यक्तं चेतनागुणं अशब्दम्। जानीहि अलिंगग्रहणं जीवं अनिर्दिष्ट संस्थानम्।। ६४।।
જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગધશબ્દ, અવ્યક્ત છે, વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૬૪
અર્થ:- હે ભવ્ય ! તું જીવનું સ્વરૂપ આ પ્રકારે જાણ. કેવો છે? અરસ અર્થાત્ ખાટા, મીઠા, કડવા, તૂરા અને ખારા એ પાંચ પ્રકારના રસથી રહિત છે. કાળા, પીળા, લાલ, સફેદ અને લીલા-આ પાંચ પ્રકારના રૂપથી રહિત છે. સુગંધ ને દુર્ગધ એ બે પ્રકારની ગંધથી રહિત છે. અવ્યક્ત અર્થાત્ ઇન્દ્રિયોથી ગોચર-વ્યક્ત નથી. ચેતનાગુણવાળો છે. અશબ્દ અર્થાત્ શબ્દ રહિત છે. અલિંગગ્રહણ અર્થાત્ જેનું કોઈ ચિહ્ન ઇન્દ્રિયો દ્વારા ગ્રહણમાં આવતું નથી એવો છે અનિર્દિષ્ટ સંસ્થાન અર્થાત્ તેનો ચોરસ ગોળ આદિ કોઈ આકાર કહી શકાય તેવો નથી-આ પ્રકારે જીવ જાણો.
ભાવાર્થ:- રસ, રૂપ, ગંધ, વર્ણ, શબ્દ એ તો પુદ્ગલના ગુણ છે. તેના નિષેધરૂપ જીવ કહ્યો; અવ્યક્ત, અલિંગગ્રહણ, અનિર્દિષ્ટ સંસ્થાન કહ્યો. આ પ્રમાણે એ પણ પુદ્ગલના સ્વભાવની અપેક્ષાથી નિષધરૂપ જ જીવ કહ્યો. અને ચેતના ગુણ કહ્યો તે આ જીવનો વિધિરૂપ ( અસ્તિત્વરૂપ) ગુણ કહ્યો. નિષેધ અપેક્ષાએ તો વચનને અગોચર જાણવો. અને વિધિ અપેક્ષાએ સ્વસંવેદન ગોચર જાણવો. આ રીતે, જીવનું સ્વરૂપ જાણીને અનુભવગોચર કરવો. આ ગાથા સમયસારમાં ૪૯, પ્રવચનસારમાં ૧૭૨, નિયમસારમાં ૪૬, પંચાસ્તિકાયમાં ૧૨૭, ધવલટીકા પુ. ૩ પૃષ્ઠ ૨, લઘુ દ્રવ્યસંગ્રહ ગાથા ૫ વગેરેમાં પણ છે. તેનું વ્યાખ્યાન ટીકાકારે વિશેષ કહ્યું છે તે ત્યાંથી જાણવું. ૬૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com