________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦
(અષ્ટપાહુડી
ભાવાર્થ:- પહેલાં આવા નિર્મળ ભાવોના ધારક પુરુષ થયા. તેઓ આ પ્રકારના પદોના સુખોને પામ્યા. હવે જે આવા થશે તે પણ પામશે એમ જાણો. ૧૬૧ હવે કહે છે કે મોક્ષનું સુખ પણ તેઓ જ પામે છેઃ
सिवमजरामरलिंगमणोवममुत्तमं परमविमलमतुलं। पत्ता वरसिद्धिसुहं जिणभावणभाविया जीवा।। १६२।। शिवमजरामलिंगं अनुपममुत्तमं परमविमलमतुलम्।
प्राप्तो वरसिद्धिसुखं जिनभावनाभाविता जीवाः।। १६२।। જિનભાવનાપરિણત જીવો વરસિદ્ધિ સુખ અનુપમ લહે, શિવ, અતુલ, ઉત્તમ, પરમ નિર્મળ, અજર-અમર સ્વરૂપ જે. ૧૬૨
અર્થ:- જે જિનભાવનાથી પરિણત જીવ છે તે જ સિદ્ધિ અર્થાત્ મોક્ષના સુખને પામે છે. કેવું છે સિદ્ધિ સુખ? “શિવ' છે અર્થાત્ કલ્યાણરૂપ છે-કોઈપણ પ્રકારે ઉપદ્રવ સહિત નથી, અજરામર લિંગ” છે, અર્થાત્ જેનું ચિહ્ન જરા અને મૃત્યુ-એ બન્નેથી રહિત છે. “અનુપમ’ છે અર્થાત્ જેને સંસારના કોઈ સુખની ઉપમા મળતી નથી. ઉત્તમ' અર્થાત્ સર્વોત્તમ છે. “પરમ” અર્થાત્ સર્વોત્કૃષ્ટ છે. “મહાર્ણ' છે અર્થાત્ મહાન અર્થ-પૂજ્ય, પ્રશંસાને યોગ્ય છે. “વિમલ' છે અર્થાત્ કર્મના મળ તથા રાગાદિક મળથી રહિત છે. “અતુલ” છે અર્થાત્ એની બરાબર સંસારનું કોઈ સુખ નથી-આવા સુખને જિનભક્ત પામે છે, અન્યનો ભક્ત પામતો નથી. ૧૬૩
હવે આચાર્ય પ્રાર્થના કરે છે કે આવા સિદ્ધ સુખને પ્રાપ્ત થયેલ સિદ્ધ ભગવાન મને ભાવોની શુદ્ધતા આપો –
ते मे तिहुवणमहिया सिद्धा सुद्धा णिरंजणा णिच्या। दिंतु वरभावसुद्धिं दंसण णाणे चरित्ते य।। १६३।। ते मे त्रिभुवनमहिताः सिद्धाः सुद्धाः निरंजनाः नित्याः। ददतु वरभावशुद्धिं दर्शने ज्ञाने चारित्रे च।। १६३ ।। ભગવંત સિદ્ધો-ત્રિજગ પૂજિત, નિત્ય, શુદ્ધ, નિરંજના, -વર ભાવશુદ્ધિ દો મને દગ, જ્ઞાન ને ચારિત્રમાં. ૧૬૩
અર્થ:- સિદ્ધ ભગવાન મને દર્શન-જ્ઞાન અને ચારિત્રમાં શ્રેષ્ઠ-ઉત્તમ ભાવની શુદ્ધતા આપો. કેવા છે સિદ્ધ ભગવાન? ત્રણ ભુવનથી પૂજ્ય છે, શુદ્ધ છે અર્થાત્ દ્રવ્ય કર્મ અને નોકર્મરૂપ મળથી રહિત છે, નિરંજન છે અર્થાત્ રાગાદિ કર્મથી રહિત છે-જેમને કર્મની ઉત્પત્તિ નથી, નિત્ય છે અર્થાત્ પ્રાપ્ત સ્વભાવનો ફરી નાશ થવાનો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com