________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૪૭
"વિષ-વેદનાથી, રક્તક્ષય-ભય-શસ્ત્રથી, સંક્લેશથી, આયુષ્યનો ક્ષય થાય છે આહાર-શ્વાસનિરોધથી. ૨૫
હિમ-અગ્નિ-જળથી, ઉચ્ચ-પર્વત વૃક્ષરોહણપતનથી, અન્યાય-૨સવિજ્ઞાન-યોગપ્રધારણાદિ પ્રસંગથી. ૨૬
હે મિત્ર! એ રીત જન્મીને ચિરકાળ નર-તિર્યંચમાં, બહુ વાર તું પામ્યો મહદુ:ખ આકરાં અપમૃત્યુનાં. ૨૭
અર્થ:- વિષ ભક્ષણથી, વેદનાની પીડાના નિમિત્તથી, રક્ત અર્થાત્ લોહીના ક્ષયથી, ભયથી, શસ્ત્રના ઘાથી, સંક્લેશ પરિણામથી, આહાર તથા શ્વાસના અટકાવથી-આ કારણોથી આયુનો ક્ષય થાય છે.
હિમ અર્થાત્ ઠંડી પડવાથી, અગ્નિથી, પાણીથી, ઊંચા પર્વત પર ચઢતાં પડી જવાથી, ઊંચા વૃક્ષ પર ચઢતાં પડી જવાથી, શરીરના હાડકાં ભાંગી જવાથી, રસ અથવા પારા આદિની વિદ્યા જાણી તેને મેળવીને ખાવાથી, અન્યાયી કાર્ય-ચોરી, વ્યભિચાર આદિન નિમિત્તથી, – રીતે અનેક પ્રકારના કારણોથી આયુનો નાશ થઈને કુમરણ થાય છે.
તેથી કહે છે કે હે મિત્ર! આ પ્રમાણે તિર્યંચ અને મનુષ્ય જન્મમાં ઘણીવાર ઘણો સમય જન્મ લઈને અપમૃત્યુ અર્થાત્ કુમરણ સંબંધી તીવ્ર મહા દુઃખને પ્રાપ્ત થયો.
ભાવાર્થ- આ લોકમાં પ્રાણીનું આયુષ્ય (જ્યાં સોપક્રમ આયુ બાંધ્યું હોય તેના નિયમ અનુસાર) તિર્યંચ અને મનુષ્ય પર્યાયમાં અનેક કારણોથી છેદ (નાશ) પામે છે તેથી કુમરણ થાય છે. એટલે મૃત્યુ સમયે તીવ્ર દુઃખ થાય છે તથા ખોટા પરિણામોથી મૃત્યુ પામીને ફરી દુર્ગતિમાં જ પડે છે. આ પ્રમાણે આ જીવ સંસારમાં મહા દુઃખ પામે છે. માટે આચાર્ય દયાળુ થઈને વારંવાર માર્ગ બતાવે છે અને સંસારથી મુક્ત થવાનો ઉપદેશ આપે છે. આમ જાણવું જોઈએ. ૨૫.૨૬.૨૭.
હવે નિગોદનાં દુઃખનું વર્ણન કરે છે:
छत्तीस तिण्णि सया छावट्ठिसहस्सवार मरणाणि। अतोमुहुत्तममज्झे पत्तो सि निगोयवासम्मि।।२८।।
षट्त्रिंशत त्रीणि शतानि षट्षष्टि सहस्रवारमरणानि। अन्तर्मुहूर्तमध्ये प्राप्तोऽसि निकोतवासे।। २८ ।।
૧ વિષ-વેદનાથી = ઝેર ખાવાથી તથા પીડાથી. ૨ આહાર-થાસનિરોધ = આહારનો અને શ્વાસનો નિરોધ. ૩ ઉચ્ચપર્વતવૃક્ષરોહણપતનથી = ઊંચા પર્વત અને વૃક્ષ પર ચડતાં પડી જવાથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com