________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪
(અષ્ટપાહુડ
પદ્રવ્યમાં રત સાધુ તો મિથ્યાદરશયુત હોય છે, મિથ્યાત્વપરિણત વર્તતો બાંધે કરમ દુષ્ટાન્ટને. ૧૫
અર્થ:- પુનઃ અર્થાત્ ફરી જે સાધુ પરદ્રવ્યમાં રત છે-રાગી છે તે મિથ્યાષ્ટિ હોય છે અને તે મિથ્યાત્વભાવરૂપ પરિણમન કરતો થકો દુષ્ટ આઠ કર્મોથી બંધાય છે.
ભાવાર્થ:- આ બંધના કારણનું સંક્ષેપ છે. અહીં “સાધુ” કહીને એવું જણાવ્યું છે કે કોઈ બાહ્ય પરિગ્રહ છોડી દઈ નિગ્રંથ મુનિ થઈ જાય તો પણ મિથ્યાદષ્ટિ હોવાથી સંસારનું દુ:ખ દેવાવાળા આઠ કર્મોથી બંધાય છે. ૧૫
હવે કહે છે કે પરદ્રવ્યથી જ દુર્ગતિ થાય છે અને સ્વદ્રવ્યથી જ સુગતિ થાય છે:
परदव्वादो दुग्गइ सद्व्वादो हु सुई होइ। इय णाऊण सदव्वे कुणइ रई विरह इयरम्मि।।१६।। परद्रव्यात् दुर्गतिः स्वद्रव्यात् स्फुटं सुगतिः भवति। इति ज्ञात्वा स्वद्रव्ये कुरुत रतिं विरतिं इतरस्मिन्।।१६।। પરદ્રવ્યથી દુર્ગતિ, ખરે સુગતિ સ્વદ્રવ્યથી થાય છે; -એ જાણી, નિજદ્રવ્ય રમો, પરદ્રવ્યથી વિરમો તમે. ૧૬
અર્થ - પરદ્રવ્યથી દુર્ગતિ થાય છે અને સ્વદ્રવ્યથી સુગતિ થાય છે-આ સ્પષ્ટ (પ્રગટ) જાણો. આથી હું ભવ્ય જીવો! તમે આ પ્રકારે જાણીને સ્વદ્રવ્યમાં રતિ કરો અને અન્ય જે પદ્રવ્ય છે તેનાથી વિરતિ કરો.
ભાવાર્થ- લોકમાં પણ આ રીતિ છે કે પોતાના દ્રવ્યથી રતિ કરીને પોતાને જે – ભોગવે છે તે તો સુખ પામે છે, તેના પર કાંઈ આપત્તિ આવતી નથી. અને પરદ્રવ્યથી પ્રીતિ કરીને ઇચ્છાનુસાર ભોગવે તો તેને દુઃખ થાય છે, આપત્તિ ઉઠાવવી પડે છે. તેથી આચાર્ય સંક્ષેપમાં ઉપદેશ આપ્યો છે કે પોતાના આત્મસ્વભાવમાં રતિ કરો, તેનાથી સુગતિ છે. સ્વર્ગાદિક પણ તેનાથી જ થાય છે અને મોક્ષ પણ તેનાથી જ થાય છે. અને પરદ્રવ્યથી પ્રીતિ ન કરો. તેનાથી દુર્ગતિ થાય છે, –સંસારમાં ભ્રમણ થાય છે.
અહીં કોઈ કહે કે સ્વદ્રવ્યમાં લીન થવાથી મોક્ષ થાય છે અને સુગતિ-દુર્ગતિ તો પદ્રવ્યની પ્રીતિથી થાય છે? તેને કહે છે કે આ સત્ય છે, પરંતુ અહીં આ આશયથી કહ્યું છે કે જો પરદ્રવ્યથી વિરક્ત થાય ને સ્વદ્રવ્યમાં લીન થયા ત્યારે વિશદ્ધતા ઘણી થાય છે. તે વિશુદ્ધતાના નિમિત્તથી શુભ કર્મ પણ બંધાય છે અને જ્યારે અત્યંત વિશુદ્ધતા થાય છે ત્યારે કર્મોની નિર્જરા થઈને મોક્ષ થાય છે. તેથી સુગતિ-દુર્ગતિ થવાનું કહ્યું છે તે યુક્ત છે. આ પ્રકારે જાણવું જોઈએ. ૧૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com