________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
येऽपि पतन्ति च तेषां जानंतः लज्जागारवभयेन। तेषामपि नास्ति बोधिः पापं अनुमन्यमानानाम्।।१३।।
વળી જાણીને પણ તેમને ગારવ-શરમ-ભયથી નમે, તેનેય બોધ-અભાવ છે પાપાનુમોદન હોઈને. ૧૩
અર્થ - જે પુરુષો દર્શન સહિત છે તેઓ પણ જે દર્શનભ્રષ્ટ છે તેમને મિથ્યાષ્ટિ જાણવા છતાં પણ તેમના પગે પડે છે, લજ્જા, ભય, ગારવથી તેમના વિનયાદિ કરે છે તેમને પણ બોધિ અર્થાત્ દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ નથી. કેમકે તેઓ પણ મિથ્યાત્વ કે જે પાપ છે તેનું અનુમોદન કરે છે. કરવું, કરાવવું ને અનુમોદન કરવું તેને સમાન કહ્યા છે. અહીં લજ્જા તો આ પ્રકારે છે કે અમે કોઈનો વિનય નહિ કરીએ તો લોકો કહેશે કે આ ઉદ્ધત છે, અભિમાની છે, એટલા માટે અમારે તો બધાનું સાચવવું જોઈએ. આ પ્રકારે લજ્જાથી દર્શનભ્રષ્ટના પણ વિનયાદિક કરે છે. તથા ભય આ પ્રકારે છે કે આ રાજ્યમાન્ય છે અને મંત્રવિદ્યાદિના સામર્થ્યવાળો છે એમનો વિનય નહિ કરીએ તો અમારા ઉપર કંઈક ઉપદ્રવ કરશે; આ પ્રકારે ભયથી વિનય કરે છે. તથા ગારવ ત્રણ પ્રકારના કહ્યા છે; રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ. ત્યાં રસ ગારવ એવો છે કે મિષ્ટ, ઇષ્ટ, પુષ્ટ ભોજનાદિ મળતા રહે ત્યારે તેનાથી પ્રમાદી બને છે; ઋદ્ધિ ગારવ એવો છે કે કંઈક તપના પ્રભાવાદિથી ઋદ્ધિની પ્રાપ્તિ થાય તેનું અભિમાન આવી જાય છે, તેનાથી ઉદ્ધત, પ્રમાદી રહે છે તથા શાતા ગારવ એવો છે કે શરીર નીરોગી રહે, કંઈ કલેશનું કારણ ન આવે, ત્યારે સુખીપણું આવી જાય છે, તેનાથી મગ્ન રહે છે-ઇત્યાદિ ગારવભાવની મસ્તીથી ખરાખોટાનો વિચાર કરતા નથી ત્યારે દર્શન ભ્રષ્ટનો પણ વિનય કરવા લાગી જાય છે. આવાં બધાં નિમિત્તથી દર્શનભ્રષ્ટનો વિનય કરે તો તેમાં મિથ્યાત્વનું અનુમોદન આવે છે. તેને સારું જાણે તો પોતે પણ તેની સમાન થયો. ત્યારે તેને બોધિ કેમ કહેવાય ? એમ જાણવું ૧૩
दुविहं पि गंथचायं तीसु वि जोएसु संजमो ठादि। णाणम्मि करणसुद्धे उब्भसणे दंसणे होदि।।१४।।
द्विविधः अपि ग्रन्थत्यागः त्रिषु अपि योगेषु संयमः तिष्ठति। ज्ञान करणशुद्धे उद्भभोजने दर्शनं भवति।।१४।।
જ્યાં જ્ઞાન ને સંયમ ત્રિયોગે, ઉભય પરિગ્રહત્યાગ છે, જે શુદ્ધ સ્થિતિભોજન કરે, દર્શન તદાશ્રિત હોય છે. ૧૪
૧ ગારવ = (રસ-ઋધિ-શાતા સંબંધી) ગર્વ મસ્તાઈ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com