________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૬
(અષ્ટપાહુડ
वारि एक्कम्मि य जम्मे मरिज्ज विसवेयणाहदो जीवो। विसयविसपरिहया णं भमंति संसारकंतारे।। २२।।
वारे एकस्मिन् जन्मनि गच्छेत् विषवेदनाहतः जीवः । विषयविषपरिहता भ्रमंति संसारकांतारे।। २२।।
વિષવેદનાહત જીવ એક જ વાર પામે મરણને, પણ વિષયવિષહત જીવ તો સંસારકાંતારે ભમે. ૨૨
અર્થ - વિષની વેદનાથી નષ્ટ જીવ તો એક જન્મમાં જ મરે છે. પરંતુ વિષયરૂપ વિષમાં નષ્ટ જીવ અતિશયતાથી વારંવાર સંસારરૂપી વનમાં ભ્રમણ કરે છે. (પુણ્યની અને રાગની રુચિ તે જ વિષય બુદ્ધિ છે.)
ભાવાર્થ- અન્ય સર્પાદિકના વિષથી વિષયોનું વિષ પ્રબળ છે. તેની આસક્તિથી એવાં કર્મબંધ થાય છે કે તેથી ઘણા જન્મ-મરણ થાય છે. ૨૨
હવે કહે છે કે વિષયોની આસક્તિથી ચતુર્ગતિમાં દુ:ખ જ પામે છેઃ
णरएसु वेयणाओ तिरिक्खए माणवेसु दुक्खाई। देवेसु वि दोहग्गं लहंति विसयासिया जीवा।। २३ ।।
नरकेषु वेदनाः तिर्यक्षु मानुषेषु दुःखानि। देवेषु अपि दौर्भाग्यं लभंते विषयासक्ता जीवाः ।। २३ ।।
બહુ વેદના નરકો વિષે, દુઃખો મનુજ-તિર્યંચમાં, દેવેય દુર્ભગતા લહે વિષયાવલંબી આતમા. ૨૩
અર્થ - ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહેનારા જીવો નરકમાં અત્યંત વેદના વેદે છે. તિર્યંચ ગતિ અને મનુષ્ય ગતિમાં બહુ દુઃખ ભોગવે છે અને દેવગતિમાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ દુર્ભાગ્યપણાને પામે-નીચ દેવ થાય, આ પ્રકારે ચારે ગતિઓમાં દુઃખ જ પામે છે.
ભાવાર્થ:- ઇન્દ્રિય વિષયોમાં આસક્ત જીવોને કયાંય પણ સુખ નથી. પરલોકમાં નરક આદિ ગતિમાં તો દુઃખ પામે જ છે, પરંતુ આ લોકમાં પણ વિષયોનું સેવન કરવામાં આપત્તિ અને કષ્ટ આવે જ છે. તથા વિષય સેવનમાં આકુળતા એ દુઃખ જ છે. આ જીવ ભ્રમથી સુખ માને છે. સત્યાર્થ જ્ઞાની તો વિરક્ત જ હોય છે. ૨૩
૧ સંસાર કાંતારસંસારરૂપી મોટા ભયંકર વનમાં. ૨ દુર્ભગતા = દુર્ભાગ્ય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com