________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪)
(અષ્ટપાહુડી
જે શીલને રક્ષ, સુદર્શન શુદ્ધ દઢ ચારિત્ર જે, જે વિષયમાંહી વિરક્તમન, નિશ્ચિત લહે નિવાર્ણને. ૧૨
અર્થ- જે પુરુષોના ચિત્ત વિષયોથી વિરક્ત છે. શીલની રક્ષા કરે છે, દર્શનથી શુદ્ધ છે અને જેમનું ચારિત્ર દેઢ છે એવા પુરુષોને ધ્રુવ અર્થાત્ નિશ્ચયથી-નિયમથી નિર્વાણ થાય છે.
ભાવાર્થ- વિષય-વાસનાથી રહિત થવું એ જ શીલની રક્ષા છે. આ પ્રકારથી જે શીલની રક્ષા કરે છે તેમનું જ સમ્યગ્દર્શન શુદ્ધ હોય છે-અને ચારિત્ર અતિચાર રહિત શુદ્ધ -દઢ હોય છે. એવા પુરુષોને નિયમથી નિવાર્ણ હોય છે. જે વિષયોમાં આસક્ત છે તેમનું શીલ બગડે છે ત્યારે દર્શન શુદ્ધ ન રહેતાં ચારિત્ર શિથિલ થઈ જાય છે અને ત્યારે નિર્વાણ પણ થતું નથી. આ પ્રકારે નિર્વાણમાર્ગમાં શીલ જ પ્રધાન છે. ૧૨
હવે કહે છે કે કદાચિત કોઈ વિષયથી વિરક્ત ન થયો અને માર્ગ' વિષયોથી વિરક્ત થવારૂપ જ કહે છે તેને માર્ગની પ્રાપ્તિ થાય પણ છે. પરંતુ જે વિષય સેવનને જ “માર્ગ” કહે તો તેનું જ્ઞાન પણ નિરર્થક છે:
विसएसु मोहिदाणं कह्यिं मग्गं पि इट्ठदरिसीणं। उम्मग्गं दरिसीणं णाणं पि णिरत्थयं तेसिं।।१३।। विषयेषु मोहितानां कथितो मार्गोऽपि इष्टदर्शिनां। उन्मार्ग दर्शिनां ज्ञानमपि निरर्थकं तेषाम्।।१३।। છે ઇષ્ટદર્દી માર્ગમાં, હો વિષયમાં મોહિત ભલે; ઉન્માર્ગદર્શી જીવનું જે જ્ઞાન તે ય નિરર્થ છે. ૧૩
અર્થ:- જે પુરુષ ઇષ્ટ માર્ગને દર્શાવનાર જ્ઞાની છે અને વિષયોથી વિમોહિત છે તો પણ તેને માર્ગની પ્રાપ્તિ કહી છે. પરંતુ જે ઉન્માર્ગને દર્શાવનારા છે તેમને માર્ગની તો પ્રાપ્તિ નથી, પણ તેમનું જ્ઞાન પણ નિરર્થક છે.
ભાવાર્થ:- પૂર્વે કહ્યું હતું કે જ્ઞાનને અને શીલને વિરોધ નથી. તેમાં આટલું વિશેષ જાણવું કે જ્ઞાન હોય અને તે વિષયાસક્ત હોય તો જ્ઞાન બગડે તેથી શીલ રહે નહિ. હવે અહીં એમ કહ્યું કે જ્ઞાન પ્રાપ્ત કરીને કદાચિત્ ચારિત્રમોહના ઉદયથી (-ઉદયવશ) વિષયો ન છૂટે ત્યાં સુધી તો તેમાં વિમોહિત રહે, પણ માર્ગની પ્રરૂપણા તો વિષયોના ત્યાગરૂપ જ કરે તો તેને માર્ગની પ્રાપ્તિ થાય પણ છે. પરંતુ જે માર્ગને જ કુમાર્ગરૂપ પ્રરૂપે, વિષય સેવનને સુમાર્ગરૂપ બતાવે તો તેની તો જ્ઞાન પ્રાપ્તિ પણ નિરર્થક જ છે. જ્ઞાન પ્રાપ્ત કરીને પણ મિથ્યામાર્ગની પ્રરૂપણા કરે તો તે જ્ઞાન શાનું? તે જ્ઞાન મિથ્યાજ્ઞાન છે.
૧. વિરક્તમન = વિરક્ત મનવાળા. ૨. ઇષ્ટદર્શી = ઇષ્ટને દેખનાર; હિતને શ્રદ્ધનાર; સન્માર્ગની
શ્રદ્ધાવાળા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com