________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૯૩
ભાવાર્થ- કષ્ટ આવે ત્યારે બાર અનુપ્રેક્ષાઓનું ચિતન કરવું યોગ્ય છે. એમના નામ આ પ્રમાણે છે:- (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિવ, (૭) આગ્નવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોક, (૧૧) બોધિદુર્લભ, અને (૧૨) ધર્મ. તેમની અને પાંચ મહાવ્રતની પચ્ચીશ ભાવનાઓને ભાવવી એ મોટો ઉપાય છે. તેમનું વારંવાર ચિંતન કરવાથી કષ્ટમાં પરિણામ બગડતા નથી, માટે આ ઉપદેશ. ૯૬ હવે ફરી ભાવ શુદ્ધ રાખવા માટે જ્ઞાનનો અભ્યાસ કરવાનું કહે છે:
सव्वविरओ वि भावहि णव य पयत्थाई सत्त तच्चाई। जीवसमासाइं मुणी चउदसगुणठाणणामाई।। ९७।। सर्व वरितः अपि भावय नव पदार्थान् सप्त तत्त्वानि। जीवसमासान् मुने! चतुर्दशगुणस्थाननामानि।। ९७।। પૂરણવિરત પણ ભાવ તું નવ અર્થ, તત્ત્વો સાતને, મુનિ ! ભાવ જીવસમાસને, ગુણસ્થાન ભાવ તું ચૌદને. ૯૭
અર્થ - હે મુને ! તું સર્વ પરિગ્રાદિકથી વિરક્ત થઈ ગયો છે, મહાવ્રત સહિત છો તો પણ ભાવવિશુદ્ધિને માટે નવ પદાર્થ, સાત તત્ત્વ, ચૌદ જીવસમાસ અને ચૌદ ગુણસ્થાન-તેમનાં નામ, લક્ષણ, ભેદ ઇત્યાદિની ભાવના ભાવ.
ભાવાર્થ - પદાર્થોના સ્વરૂપનું ચિંતન કરવું એ ભાવશુદ્ધિનો મોટો ઉપાય છે, માટે આ ઉપદેશ છે. તેમનાં નામ તથા સ્વરૂપ અન્ય ગ્રન્થોમાંથી જાણવા. ૯૭ હવે ભાવશુદ્ધિને માટે અન્ય ઉપાય કહે છે :
णवविहबंभं पयडहि अब्भं दसविहं णमोत्तूण। मेहूणसण्णासत्तो भमिओ सि भवण्णवे भीमे।। ९८ ।। नवविधब्रह्मचर्यं प्रकट्य अब्रह्म दशविधं प्रमुच्य। मैथुनसंज्ञासक्तः भ्रमितोऽसि भवार्णवे भीमे।। ९८ ।। અબ્રહ્મ દશવિધ ટાળી તું પ્રગટાવ નવવિધ બ્રહ્મને;
રે! મિથુનસંજ્ઞાસક્ત તેં કર્યું ભ્રમણ ભીમ ભવાર્ણવે. ૯૮ અર્થ - હે જીવ! તું પહેલાં દસ પ્રકારનાં અબ્રહ્મ છે તેને છોડીને નવ પ્રકારનું બ્રહ્મચર્ય
૧ પૂરણવિરત = પૂર્ણવિરત; સર્વવિરત. ૨ મિથુનસંજ્ઞાસક્ત = મૈથુનસંજ્ઞામાં આસક્ત. ૩ ભીમભવાર્ણવ = ભયંકર સંસારસમુદ્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com