________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
(અષ્ટપાહુડ
ફરી કહે છે કે આવા પ્રાણીઓની હિંસાથી સંસારમાં ભ્રમણ કરી દુઃખ પામ્યો
पाणिवहेहि महाजस चउरासीलक्खजोणिमज्झम्मि। उप्पजंत मरंतो पत्तो सि णिरंतरं दुक्खं ।। १३५ ।। प्राणिवधैः महायशः! चतुरशीतिलक्षयोनिमध्ये। उत्पद्यमानः क्षियमाणः प्राप्तोऽसि निरंतरं दुःखम्।। १३५ ।। પ્રાણીવધોથી હે મહાયશ ! યોનિ લખ ચોરાશીમાં,
ઉત્પત્તિનાં ને મરણનાં દુ:ખો નિરંતર તૈ લહ્યાં. ૧૩૫ અર્થ:- મુને ! હે મહાયશ! તું પ્રાણીઓના ઘાતથી ચોરાસી લાખ યોનિઓની મધ્યમાં ઉત્પન્ન થયો થકો અને મરતો થકો નિરંતર દુઃખ પામ્યો.
ભાવાર્થ - જિનમતના ઉપદેશ વિના, જીવોની હિંસાથી આ જીવ ચોરાસી લાખ યોનિઓની મધ્યમાં ઉત્પન્ન થાય છે. અને મરે છે. હિંસાથી કર્મબંધ થાય છે. કર્મબંધના ઉદયથી ઉત્પત્તિ-મરણરૂપ સંસાર થાય છે. હવે તે દયાનો જ ઉપદેશ કરે છે:
जीवाणमथयदाणं देहि मुणी पाणिभूयसत्ताणं। कल्लाणसुहणिमित्तं परंपरा तिविहसुद्धीए।। १३६ ।। जीवानामभयदानं देहि मुने प्राणिभूतसत्त्वानाम्।
कल्याणसुखनिमित्तं परंपरया त्रिविध शुद्धया।। १३६ ।। તું ભૂત-પ્રાણી-સત્ત્વ-જીવને ત્રિવિધ શુદ્ધિ વડે મુનિ,
દે અભય, જે કલ્યાણ સૌખ્ય નિમિત્ત પારંપર્યથી. ૧૩૬ અર્થ - હે મુને! જીવોને અને પ્રાણી-ભૂત-સત્ત્વોને પોતાના પરંપરાથી કલ્યાણ અને સુખ થાય તે માટે મન-વચન-કાયાની શુદ્ધતાથી અભયદાન દે.
ભાવાર્થ:- “જીવ” પંચેન્દ્રિયોને કહે છે. “પ્રાણી વિકલત્રયને (બે ઇન્દ્રિય-ત્રણ ઇન્દ્રિય-ચતુરિન્દ્રિયને) કહે છે. “ભૂત” વનસ્પતિને કહે છે અને “સત્ત્વ” પૃથ્વી, અમ્ (પાણી), તેજ અને વાયુને કહે છે. આ સર્વે જીવોને પોતાના સમાન જાણીને અભયદાન દેવાનો ઉપદેશ છે. તેથી શુભ પ્રવૃતિઓનો બંધ થવાથી અભ્યદયનું સુખ થાય છે-પરંપરાથી તીર્થંકર પદ પામીને મોક્ષ પામે છે. –આ ઉપદેશ છે.
૧ અભય = અભયદાન ૨ કલ્યાણ = તીર્થકરોના કલ્યાણક ૩ પારંપર્યથી = પરંપરાએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com