________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- લિંગ ધારણ કરવાવાળાને સમ્યગ્દર્શન-જ્ઞાન હોય છે અને ૫દ્રવ્યોથી રાગદ્વેષ નહિ કરવાવાળાને ચારિત્ર હોય છે. ત્યાં જે સ્ત્રીસમૂહથી તો રાગ-પ્રીતિ કરે છે અને બીજાને દોષ લગાડીને દ્વેષ કરે છે તથા વ્યભિચારી જેવો સ્વભાવ છે તેને દર્શન-જ્ઞાન કેવું ? અને ચારિત્ર કેવું ? લિંગ ધારણ કરીને લિંગને યોગ્ય આચરણ કરવાનું હતું તે કર્યું નહિ ત્યારે તે અજ્ઞાની પશુ સમાન જ છે. શ્રમણ કહેવડાવે છે તો પોતે મિથ્યાદષ્ટિ છે અને બીજાને પણ મિથ્યાદષ્ટિ કરવાવાળો છે. તેવાનો સંગ કરવો પણ ઉચિત નથી. ૧૭
હવે ફરી કહે છેઃ
पव्वज्जहीणगहिणं णेहं सीसम्मि बट्टदे बहुसो । आयारविणयहीणो तिरिक्खजोणी ण सो समणो ।। १८ ।।
प्रव्रज्याहीनगृहिणि स्नेहं शिष्ये वर्तते बहुशः । आचारविनयहीनः तिर्यगयोनिः न सः श्रमणः ।। १८ ।।
દીક્ષવિહીન ગૃહસ્થ ને શિષ્યે ધરે બહુ સ્નેહ જે, આચાર-વિનયવિહીન, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૮
અર્થ:- જે લિંગી ‘પ્રવ્રજ્યાહિન' અર્થાત્ દીક્ષા રહિત ગૃહસ્થો અને શિષ્યો ઉ૫૨ ઘણો સ્નેહ રાખે છે અને મુનિના જે આચાર અર્થાત્ ક્રિયા અને ગુરુઓના વિનયથી રહિત હોય છે. તે તિર્યંચયોનિ છે, પશુ છે, અજ્ઞાની છે, શ્રમણ નથી.
ભાવાર્થ:- ગૃહસ્થોથી તો વારંવાર લાલન-પાલન રાખે અને શિષ્યોથી બહુ સ્નેહ રાખે તથા મુનિની આવશ્યક આદિ પ્રવૃત્તિ કાંઈ કરે નહિ ને ગુરુને પ્રતિકૂળ રહે, વિનયાદિક ન કરે એવા લિંગી પશુસમાન છે, તેને સાધુ કહેતા નથી. ૧૮
હવે કહે છે કે જે લિંગ ધારણ કરીને પૂર્વોક્ત પ્રકારે પ્રવર્તે છે તે શ્રમણ નથી એવું સંક્ષેપમાં કહે છે:
एवं सहिओ मुणिवर संजदमज्झम्मि वट्टदे णिच्चं । बहुलं पि जाणमाणो भावविणट्ठो ण सो समणो ।। १९ । ।
एवं सहितः मुनिवर ! संयतमध्ये वर्त्तते नित्यम् । बहुलमपि जानन् भावविनष्टः न सः श्रमणः ।। १९ ।। ઈમ વર્તના૨ો સંયતોની મધ્ય નિત્ય રહે ભલે, ને હોય ‘બહુશ્રુત, તોય ‘ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૧૯
૧. બહુશ્રુત = ઘણા શાસ્ત્રોનો જાણનાર; વિદ્વાન. ૨. ભાવિનષ્ટ ભાવથી (દર્શન જ્ઞાન ચારિત્રથી ) રહિત.
=
ભાવભ્રષ્ટ; ભાવ શૂન્ય; શુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com