________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬
(અષ્ટપાહુડ
અને તેમનું અનુસરણ કરનાર મોટા મુનિ, દીક્ષા-શિક્ષા દેનારા ગુરુ, તેમની ભક્તિ સહિત હોય છે, સંસાર-દેહ-ભોગોથી વૈરાગ્ય પામીને મુનિ થયા છે, –તેવી જ જેમને વૈરાગ્યભાવના છે, આત્માનુભવરૂપ શુદ્ધ ઉપયોગરૂપ એકાગ્રતારૂપી ધ્યાનમાં તત્પર છે અને જેમને વ્રત, સમિતિ, ગુપ્તિરૂપ નિશ્ચય-વ્યવહારત્મક સમ્યક્યારિત્ર હોય છે તે જ મુનિ મોક્ષમાર્ગી છે, અન્ય વેપી મોક્ષમાર્ગી નથી. ૮ર
હવે એમ કહે છે કે-નિશ્ચયનયથી ધ્યાન આ પ્રકારે કરવું –
णिच्छयणयस्स एवं अप्पा अप्पम्मि अप्पणे सुरदो। सो होदि हु सचरित्तो जोई सो लहइ णिव्वाणं।। ८३।।
निश्वयनयस्य एवं आत्मा आत्मनि आत्मने सुरतः। सः भवति स्फुटं सुचरित्र: योगी सः लभते निर्वाणम्।।८३।।
નિશ્ચયન-જ્યાં આતમા આત્માર્થ આત્મામાં રમે, તે યોગી છે સુચરિત્રસંયુત; તે લહે નિર્વાણને. ૮૩
અર્થ:- આચાર્ય કહે છે કે, નિશ્ચયનયનો એવો અભિપ્રાય છે કે જે આત્મા આત્માને માટે આત્મામાં લીન થઈ જાય છે, તે યોગી ધ્યાની મુનિ પ્રગટ નિશ્ચય ચારિત્રવાળા હોઈને ચૈતન્યમૂર્તિ સહજાન્મસ્વરૂપના ધ્યાનથી સાક્ષાત્ મોક્ષને પામે છે.
ભાવાર્થ- નિશ્ચયનયનું સ્વરૂપ એવું છે કે એક દ્રવ્યની અવસ્થા જેવી હોય તેવી કહે. આત્માની બે અવસ્થા છે-એક તો અજ્ઞાન અવસ્થા અને બીજી જ્ઞાન અવસ્થા. જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા રહે છે ત્યાંસુધી તો બંધ પર્યાયને આત્મારૂપે જાણેય છે કે-હું મનુષ્ય છું, હું પશુ છું, હું ક્રોધી છું, હું માની છું, હું માયાવી છું, હું પુણ્યવાન-ધનવાન છું, હું નિર્ધન-દરિદ્રી છું, હું રાજા છું, હું રંક છું, હું મુનિ છું, હું શ્રાવક છું-ઇત્યાદિ પર્યાયોમાં પોતાપણું માને છે, –આ પર્યાયોમાં લીન રહે છે ત્યારે મિથ્યાષ્ટિ છે, અજ્ઞાની છે તેનું ફળ સંસાર છે તેને ભોગવે છે.
જ્યારે જિનમતના પ્રસાદથી જીવ-અજીવ પદાર્થોનું જ્ઞાન થાય છે. ત્યારે સ્વ-પરનો ભેદ જાણીને જ્ઞાની થાય છે, ત્યારે આ પ્રકારે જાણે છે કે હું શુદ્ધ દર્શનજ્ઞાનમયી ચેતના સ્વરૂપ છું, અન્ય મારું કાંઈ પણ નથી. જ્યારે ભાવલિંગી નિગ્રંથ મુનિપદની પ્રાપ્તિ કરે છે ત્યારે આ આત્મા આત્મામાં જ, પોતાના જ દ્વારા, પોતાને જ માટે, વિશેષ લીન થાય છે અને ત્યારે નિશ્ચય સમ્યક્રચારિત્રસ્વરૂપ થઈને પોતાનું જ ધ્યાન કરે છે તથા ત્યારે જ (સાક્ષાત્ મોક્ષમાર્ગમાં આરૂઢ થઈ ) સમ્યજ્ઞાની થાય છે. તેનું ફળ નિર્વાણ છે. આ પ્રકારે જાણવું ૮૩.
૧ આત્માર્થ = આત્મા અર્થે; આત્મા માટે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com