________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
(અષ્ટપાહુડ
उपसर्गपरीषहसहा निर्जनदेशे हि नित्यं तिष्ठति। शिलायां काष्ठे भूमितले सर्वाणि आरोहति सर्वत्र।। ५६ ।। ઉપસર્ગ-પરિષહ મુનિ સહે, નિર્જન સ્થળે નિત્ય રહે, સર્વત્ર કાષ્ઠ, શિલા અને ભૂતલ ઉપર સ્થિતિ તે કરે. પ૬
અર્થ:- ઉપસર્ગ અથવા દેવ, મનુષ્ય, તિર્યંચ અને અચેતનકૃત ઉપદ્રવ અને પરિષહ અર્થાત્ દૈવ-કર્મયોગથી આવેલા બાવીસ પરીષહોને સમભાવથી સહેવા. આ પ્રકારે પ્રવ્રજ્યા સહિત મુનિ છે. તેઓ જ્યાં અન્યજન રહેતા નથી એવા નિર્જન વન આદિ પ્રદેશોમાં સદા રહે છે. ત્યાંપણ શીલાતલ, કાષ્ઠ અને ભૂમિતલ ઉપર રહે છે, આ બધા પ્રદેશોમાં બેસે છે, સૂવે છે. સર્વત્ર” કહેવાથી વનમાં રહે અને થોડો કાળ નગરમાં રહે તો આવા જ સ્થાન પર રહે.
ભાવાર્થ:- જૈનદીક્ષાવાળા મુનિ ઉપસર્ગ પરીષહમાં સમભાવ રાખે છે. અને જ્યાં સૂવે છે, બેસે છે ત્યાં નિર્જન પ્રદેશમાં શિલા, કાષ્ઠ, ભૂમિ ઉપર જ બેસે છે, સૂવે છે. એમ નહિ કે અન્યમતના વેષની જેમ સ્વચ્છેદી, પ્રમાદી રહે. આ પ્રકારે જાણવું જોઈએ. પ૬ હવે વિશેષ કહે છેઃ
पसुमहिलसंढसंगं कुसीलसंगं ण कुणइ विकहाओ। सज्झायझाणजुत्ता पव्वज्जा एरिसा भणिया।। ५७ ।।
पशुमहिलाषंढसंग कुशीलसंगं न करोति विकथाः। स्वाध्यायध्यानयुक्ता प्रवश्या ईदृशी भणिता।। ५७।। સ્ત્રી-પંઢ-પશુ-દુઃશીલનો નહિ સંગ, નહિ વિકથા કરે, સ્વાધ્યાય-ધ્યાને યુક્ત છે, દીક્ષા કહી આવી જિને. પ૭
અર્થ - જે પ્રવ્રજ્યામાં પશુ-તિર્યંચ, મહિલા (સ્ત્રી), પંઢ (નપુંસક) એમનો સંગ તથા કુશીલ (વ્યભિચારી) પુરુષોનો સંગ કરતા નથી, સ્ત્રીકથા, રાજકથા, ભોજનકથા અને ચોર ઇત્યાદિની કથા જે વિકથા છે તે કરતા નથી. તો શું કરે છે? સ્વાધ્યાય અર્થાત્ શાસ્ત્રજિનવચનોનું પઠન-પાઠન અને ધ્યાન અર્થાત્ ધર્મ-શુક્લ ધ્યાન આનાથી યુક્ત રહે છે. આ પ્રકારે પ્રવજ્યા જિનદેવે કહી છે.
ભાવાર્થ- જિનદીક્ષા લઈને કુસંગતિ કરે, વિકથાદિ કરે અને પ્રમાદી રહે તો દીક્ષાનો અભાવ થઈ જાય. માટે કુસંગતિ નિષિદ્ધ છે. અન્ય વેષની જેમ આ વેષ નથી. આ મોક્ષમાર્ગ છે, અન્ય સંસારમાર્ગ છે. પ૭
૧ પંઢ = નપુંસક ૨ દુ:શીલ = કુશીલજનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com