________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
(અષ્ટપાહુડી
હવે ફરી કહે છે -
धणधण्णवत्थदाणं हिरण्णसयणासणाइ छत्ताई। कुद्दाणविरहरहिया पव्वज्जा एरिसा भणिया।। ४६ ।।
धनधान्यवस्त्रदानं हिरण्यशयनासनादि छत्रादि। कुदानविरहरहिता प्रव्रज्या ईदृशी भणिता।। ४६ ।।
ધન-ધાન્ય-પટ, કંચન-રજત, આસન-શયન, છત્રાદિનાં સર્વે કુદાન વિહીન છે, -દીક્ષા કહી આવી જિને. ૪૬
અર્થ:- ધન, ધાન્ય, વસ્ત્ર, –તેમનું દાન, સોનું રૂપ આદિ, તથા શય્યા, –આસન આદિ શબ્દથી છત્ર, ચામર આદિક અને ક્ષેત્ર આદિના કુદાનોથી રહિત પ્રવ્રજ્યા કહી છે.
ભાવાર્થ- કોઈ અન્યમતી આ પ્રકારની પ્રવ્રજ્યા કહે છે - ગાય, ધન, ધાન્ય, વસ્ત્ર, સોનું, રૂપું (ચાંદી), શયન, આસન, છત્ર, ચામર અને ભૂમિ (જમીન) આદિનું દાન કરવું તે પ્રવજ્યા છે. તેનો આ ગાથામાં નિષેધ ર્યો છે. પ્રવ્રજ્યા તો નિગ્રંથ સ્વરૂપ છે. જે ધન, ધાન્ય આદિ રાખીને દાન કરે તેને પ્રવ્રજ્યા શેની? આ તો ગૃહસ્થનું કર્મ છે. ગૃહસ્થને પણ આ વસ્તુઓના દાનથી વિશેષ પુણ્ય તો થતું નથી, કેમકે પાપ ઘણું છે અને પુણ્ય અલ્પ છે. તે ઘણું પાપ કાર્ય તો ગૃહસ્થને કરવામાં લાભ નથી. જેમાં ઘણો લાભ હોય તે જ કામ કરવું યોગ્ય છે. દીક્ષા તો આ વસ્તુઓથી રહિત જ છે. ૪૬
હવે ફરી કહે છે:
सत्तूमित्ते य समा पसंसणिंदा अलद्धिलद्धिसमा। तणकणए समभावा पव्वज्जा एरिसा भणिया।। ४७।।
शत्रौ मित्रे च समा प्रशंसानिन्दाऽलब्धिलब्धिसमा। तृणे कनके समभावा प्रव्रज्या ईदृशी भणिता।। ४७।।
નિંદા-પ્રશંસા, શત્રુ-મિત્ર, અલબ્ધિને લબ્ધિ વિષે, તૃણ-કંચને સમભાવ છે, -દીક્ષા કહી આવી જિને. ૪૭
અર્થ:- જેમાં શત્રુ-મિત્રમાં, પ્રશંસા-નિંદામાં, લાભ-અલાભમાં, અને તૃણ-કંચનમાં સમભાવ છે-આ પ્રકારે પ્રવજ્યા કહી છે.
૧ પટ = વસ્ત્ર. ૨ કંચન-રજત = સોનું-રૂપું. ૩ લબ્ધિ = લાભ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com