________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૦૫
અર્થ:- નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ-આ ચાર ભાવ અર્થાત પદાર્થ છે ને “અરિહંત ”ને બતાવે છે અને “સગુણપર્યાયાઃ” અર્થાત્ અરિહંતના ગુણપર્યાયો સહિત ચઉણા અર્થાત્ ચ્યવન અને આગતિ તથા સંપદા-આવા આ ભાવ “અરિહંત” ને બતાવે છે.
ભાવાર્થ:- “અરિહંત' શબ્દથી જો કે સામાન્ય અપેક્ષા જે કેવળજ્ઞાની હોય તેઓ બધા જ “અરિહંત' છે. તો પણ અહીં તીર્થંકરપદની મુખ્યતાથી કથન કરે છે. એટલે નામાદિકથી બતાવવાનું કહ્યું છે. લોકવ્યવહારમાં નામ આદિની પ્રવૃત્તિ આ પ્રકારે છે કે જે વસ્તુનું જે નામ હોય તેવા ગુણ ન હોય તેને નામનિક્ષેપ કહે છે. જે વસ્તુનો જેવો આકાર હોય તે આકારની કાષ્ઠ-પાષાણાદિકની મૂર્તિ બનાવી તેનો સંકલ્પ કરે તેને સ્થાપના કહે છે. જે વસ્તુની પહેલાની અવસ્થા હોય તેને જ પછીની અવસ્થામાં મુખ્ય કરીને કહ્યું તેને દ્રવ્ય કહે છે. વર્તમાનમાં જે અવસ્થા હોય તેને ભાવ કહે છે. આ રીતે ચાર નિક્ષેપની પ્રવૃત્તિ છે. તેનું કથન શાસ્ત્રમાં પણ લોકોને સમજાવવા માટે કર્યું છે. તે નિક્ષેપ વિધાન દ્વારા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ન સમજવા. પણ નામને નામ સમજવું, સ્થાપનાને સ્થાપના સમજવી, દ્રવ્યને દ્રવ્ય સમજવું, ભાવને ભાવ સમજવો નહીંતર તો વ્યભિચાર નામનો દોષ આવે છે. તેને દૂર કરવા માટે ને લોકોને યથાર્થ સમજાવવા શાસ્ત્રમાં કથન છે. પરંતુ અહીં એવું નિક્ષેપનું કથન ન સમજવું. અહીં તો નિશ્ચયનયની પ્રધાનતાથી કથન છે. તેથી જેવું અરિહન્તનું નામ છે તેવા જ ગુણ સહિત નામ જાણવું, જેવી તેમની દેહ સહિત મૂર્તિ છે તે જ સ્થાપના જાણવી, જેવું તેમનું દ્રવ્ય છે તેવું દ્રવ્ય જાણવું અને જેવા તેમના ભાવ છે તેવો જ ભાવ જાણવો. ૨૮
આ પ્રકારનું જ કથન હવે કરે છે. તેમાં પ્રથમ જ નામને મુખ્ય કરીને કહે છે:
दसण अणंत णाणे मोक्खो णट्ठट्टकम्मबंधेण। णिरुवमगुणमारुढो अरहंतो एरिसो होइ।। २९ ।।
दर्शनं अनंतं ज्ञानं मोक्ष: नष्टाष्टकर्मबंधेन। निरूपमगुणमारूढ: अर्हन् ईदृशो भवति।। २९ ।।
નિઃસીમ દર્શન-શાન છે, વસુબંધલયથી મોક્ષ છે, નિરૂપમ ગુણે આરૂઢ છે-અહંત આવા હોય છે. ૨૯
અર્થ:- જેને દર્શન અને જ્ઞાન-એ તો અનંત છે-ઘાતિકર્મના નાશથી બધા જ્ઞય પદાર્થોનું દેખવું-જાણવું છે, આઠ કર્મોનો બંધનો નાશ હોવાથી મોક્ષ છે. અહીં સત્વની (સત્તાની) અને ઉદયની વિવક્ષા ન લેવી, કેવળીને આઠેય કર્મનું બંધન નથી. જો કે સાતા વેદનીયનો માત્ર આસ્રવરૂપ બંધ સિદ્ધાંતમાં કહ્યો છે તો પણ સ્થિતિ-અનુભાગરૂપ બંધ નથી.
૧ સટીક સંસ્કૃત પ્રતિમાં ‘રને અનંત જ્ઞાને' અવો સત્પમી અંત પાઠ છે. ૨ વસુ = આઠ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com